Advertisement
Author: નોબત સમાચાર

રેલવેના ડબલ ટ્રેક માટે રાજકોટથી જામનગર વચ્ચે ૧પ ગામોની જમીન થશે સંપાદિતઃ જાહેરનામું

કુલ ર૬૦ ખેડૂતોને મળશે વળતર

જામનગર તા. ર૪ઃ રાજકોટ-કાનાલુસ વચ્ચે ડબલ ટ્રેક અન્વયે ૧પ ગામની જમીન સંપાદનની કાર્યવાહી શરૃ કરવામાં આવી છે. આ માટે જરૃરી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

રાજકોટ-કાનાલુસ (જામનગર) વચ્ચે રેલવે દ્વારા ડબલ ટ્રેક કામગીરી સંદર્ભમાં ૧પ ગામની જમીન સંપાદન માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે આ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. હવે રાજકોટથી કાનાલુસ માટેની કામગીરીની પ્રક્રિયા માટે હાથ ધરવામાં આવ્ય્ું છે. રાજકોટ તાલુકાના માધાપર, ઘંટેશ્વર, મોવૈયા, જોધપુર, ખંઢેરી, મોટા રામપર ગામની જમીન સંપાદન કામગીરી શરૃ કરવામાં આવનાર છે. કુલ ૪૪ હેક્ટર જમીનમાં ર૬૦ ખેડૂતોની જમીન કપાતમાં સમાવેશ થાય છે. આ માટે રેલવે અને ડીએલઆર અધિકારીઓ દ્વારા સાતેય ગામની જમીન માપણી પૂરી કરી લેવામાં આવી છે. જેનો રિપોર્ટ રજૂ કર્યા પછી આખરી જાહેરનામું પ્રસિદ્ધ થશે. આ તમામ ર૬૦ ખેડૂતોને એની જમીનનું વળતર ચૂકવી દેવામાં આવશે. આ માટેની અન્ય એક બેઠક આજે સાંજે યોજાનાર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh