Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્કૂલના એક શિક્ષક ઘાયલઃ સ્થિતિ ગંભીર
જામનગર તા. ર૪ઃ જામનગરના ગુલાબનગર વિસ્તાર ૫ાસે આવેલી ઓટોપાર્ટની એ જ દુકાને ગઈકાલે સાંજે મહિન્દ્રા કંપનીની નવીનકોર થાર રૃપ કાચના કામ માટે લાવવામાં આવી હતી. આ વેળાએ ત્યાં ચહેરા પર બુકાની બાંધીને ધસી આવેલા ચાર શખ્સે અચાનક જ પાઈપ વડે તે વાહનને લઈને આવેલા યુવાન પર હુમલો કર્યો હતો. અચાનક બનેલા આ બનાવની તે વિસ્તારમાં નાસભાગ મચી હતી. મારથી બચવા માટે વાહનચાલક દોડીને નાસી છૂટયો હતો. તે પછી ચારે હુમલાખોરોએ થાર પર ખાર ઉતાર્યો હતો. તેના કાચનો ભુક્કો બોલાવી હુમલાખોરો નાસી ગયા હતા. કોઈએ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ધસી આવ્યો હતો. વધુમાં જાણવા મળ્યા મુજબ સાધનાકોલોની વિસ્તારમાં રહેતા અને બે-એક દિવસ પહેલા જ દારૃના જથ્થાના કેસમાં સંડોવાયેલા શખ્સની મોટર ત્યાં આવી હોવાની જાણ થતાં ચાર બુકાનીધારી હુમલાના ઈરાદે આવ્યા હતા.પરંતુ ટાર્ગેટમાં રહેલો શખ્સ નાસી જતા તેની જીપના કાચનો બુકડો બોલાવી દેવાયો હતો. પોલીસે ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ બનાવ એક દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. પોલીસે તેના ફુટેજ નિહાળી આરોપીઓના સગડ દબાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag