Advertisement
Author: નોબત સમાચાર

બજેટમાં હવે પશુધન વીમા યોજના ની રૃપરેખા રજૂ થવાની સંભાવના

પાક વીમા યોજનાની જેમજ

નવી દિલ્હી તા. ર૪ઃ પાક            વીમા યોજનાની જેમ પશુધન વીમા યોજના આવશે. પશુપાલકો માટે બજેટમાં આ યોજનાની વ્યાપક રૃપરેખા રજૂ થવાની શક્યતા જણાવાઈ રહી છે.

પાક વીમા પછી કેન્દ્ર સરકાર યુનિવર્સલ પશુધન વીમા યોજના લાવવાની તૈયારી કરી રહી છે. આ વીમાના વ્યાપમાં દેશી અને સંકર નસલના બધા પશુઓ આવશે. તેમાં યાક અને સાંઢને પણ સામેલ કરવામાં આવી શકે છે. સૂત્રોએ કહ્યું કે, આ યોજનાને કૃષિ ક્ષેત્રની પ્રધાનમંત્રી પાક વીમા યોજના જેવું ઔપચારિકરૃપ આપી શકાય છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂત બધા ખરીફ પાકો માટે વીમાની રકમનું ૧.પ ટકા અને રવિ પાકો માટે ર ટકા પ્રિમિયમ આપે છે. બાગ-બગીચા અને કપાસ માટે તેમણે મહત્તમ પાંચ ટકા પ્રિમિયમ ચૂકવવું પડે છે.

પશુધન માટે યુનિવર્સલ વીમા યોજનાની વ્યાપક રૃપરેખા આગામી બજેટમાં જાહેર થઈ શકે છે, પણ તેની અલગથી પુષ્ટિ નથી થઈ શકી. સૂત્રોએ કહ્યું કે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની જેમજ પશુધન વીમા યોજનામાં પણ પશુપાલકોએ બહુ ઓછું પ્રિમિયમ આપવું પડશે. સાથે જ રાજ્ય તથા કેન્દ્ર સરકાર સબસિડીના રૃપમાં પ્રિમિયમનો એક હિસ્સો આપી શકે છે. આ વીમા યોજના આવશે તો દેશના લાખો પશુપાલકોને મોટી રાહત મળશે કેમ કે લમ્પી અને અન્ય બીમારીઓના કારણે તેમણે ઘણું મોટું નુક્સાન વેઠવું પડ્યું છે.

કેટલાક લોકોનું કહેવું છે કે, આ પ્રસ્તાવ વર્તમાન ગૌસંરક્ષણ અભિયાન માટે અનુકૂળ છે. અત્યારે મોટાભાગની વીમા કંપનીઓ પાસે પશુધન વીમા સંબંધીત યોજનાઓ છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર પશુધન વીમા યોજના નામથી એક યોજના ચલાવી રહી છે. આ યોજના માટે ૧૦ મી પંચવર્ષિય યોજના દરમિયાન ર૦૦પ-૦૬ અને ર૦૦૬-૦૭ માં તથા ૧૧ મી પંચવર્ષિય યોજના દરમિયાન ર૦૦૭-૦૮ માં ૧૦૦ જિલ્લાઓને પસંદ કરાયા હતાં. ત્યારપછી ર૦૦૮-૦૯ માં વધુ ૧૦૦ જિલ્લાઓમાં તે લાગુ કરાઈ હતી.

આ યોજના અંતર્ગત સંકર અને વધુ દૂધ આપનારા પશુઓ તથા ભેંસોનો વીમો તેમના વર્તમાન બજારભાવના આધારે કરવામાં આવે છે. આ પ્રકારના વીમાના પ્રિમિયમ પર પ૦ ટકા સબસિડી પણ આપવામાં આવે છે. સબસિડીનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ઊઠાવે છે. યોજનાની મુદ્ત ત્રણ વર્ષની હોય છે અને દરેક પશુપાલકને વધુમાં વધુ બે પશુઓ માટે જ સબસિડી આપવામાં આવે છે.

ભારતમાં સંકર અને દેશી નસલના પશુઓની સંખ્યા ૧૯.૩ કરોડથી પણ વધારે છે જે વિશ્વમાં સૌથી વધારે છે, પણ દેશી નસલની ગાયનો દૂધ ઉત્પાદન દર સંકર ગાય અથવા ભેંસની સરખામણીમાં બહુ ઓછો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh