Advertisement
Author: નોબત સમાચાર

વારીયાના ડેલામાં મકાનમાં ચોરી કરનાર આરોપી ઝબ્બેઃ મુદ્દામાલ કબ્જે

સપ્તાહ પહેલા રોકડ, મોબાઈલની થઈ હતી ચોરીઃ

જામનગર તા. ર૪ઃ જામનગરના ચાંદીબજાર નજીકના વારીયાના ડેલામાં સપ્તાહ પહેલા એક આસામીના મકાનમાં થયેલી ચોરીનો ભેદ સીટી એ ડિવીઝન પોલીસે ઉકેલ્યો છે. આ ચોરીમાં સંડોવાયેલા શખ્સની રૃા. ૩ર હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તે વિસ્તારના સીસીટીવી કેમેરા ચકાસતા એક શખ્સની શંકાસ્પદ હિલચાલ નજરે ચડ્યા પછી મળેલી બાતમીના આધારે ભેદ ઉકેલાયો છે.

જામનગરના ચાંદીબજાર વિસ્તાર પાસે આવેલા વારીયાના ડેલામા રહેતા પારસભાઈ અતુલભાઈ વારીયા નામના આસામી ગઈ તા. ૧૬ ના નીચેના ભાગના દરવાજા બંધ કરી માતા-પિતા સાથે મકાનના ઉપરના ભાગમાં સુવા ગયા પછી મોડી રાત્રીએ કોઈ તસ્કર તેમના મકાનમાં ઘુસ્યો હતો.

આ શખ્સે મકાનના નીચેના ભાગમાં કોઈરીતે પ્રવેશ કર્યા પછી ત્યાં તીંતી પર ટીંગાડવામાં આવેલા પારસભાઈના પાટલુનના ખિસ્સામાંથી રૃા. ર૪ હજાર રોકડા અને સેમસંગ કંપનીનો રૃા. ૮ હજારના ફોનની ચોરી કરી લીધાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

આ ગુન્હાની તપાસ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે પીઆઈ એમ.બી. ગજ્જરના વડપણ હેઠળ શરૃ કર્યા પછી કેટલાક સીસીટીવીના ફુટેજ ચકાસવામાં આવ્યા હતાં. જેમાં એક શંકાસ્પદ શખ્સ જોવા મળ્યો હતો. પોલીસે તેના સગડ દબાવ્યા હતાં. તે દરમ્યાન સ્ટાફના ઋષિરાજસિંહ, રવિ શર્મા, રવિરાજસિંહ આર. જાડેજાને બાતમી મળી હતી કે, ચોરીમાં સંડોવાયેલો મનાતો શખ્સ બર્ધનચોકમાં આવ્યો છે.

તે બાતમીથી પીઆઈ ગજ્જરને વાકેફ કરાયા પછી પીએસઆઈ બી.એસ. વાળાના વડપણ હેઠળ ધસી ગયેલા પોલીસ કાફલાએ બર્ધન ચોકમાંથી એજાજ કાદરભાઈ શેખ ઉર્ફે એજલા નામના શખ્સની અટકાયત કરી પોલીસ મથકે ખસેડી તેની પૂછપરછ કરાતા આ શખ્સે ઉપરોકત ચોરીની કબૂલાત આપી રૃા. ર૪ હજાર રોકડા અને રૃા. ૮ હજારનો મોબાઈલ કાઢી આપ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તેને રિમાન્ડ પણ લેવાની તજવીજ શરૃ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh