Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિમાં સાંસ્કૃતિક કાર્યક્રમઃ
દ્વારકા તા. ૨૪ઃ ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં નવનિર્માણ કરાયેલી દ્વારકાધીશ ગૌ હોસ્પિટલનું આગામી તા.૨૯/૧/૨૩ના રાજયપાલનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
ભગવાન શ્રીકૃષ્ણની પ્રિય ગાયની સારવાર માટે સંપૂર્ણ સુવિધા સાથેની દ્વારકાધીશ હોસ્પિટલનું ભથાણ ચોક-દ્વારકામાં ૧૩૬ વર્ષ જુની ગૌશાળા પરિસરમાં નિર્માણ કરવામાં આવી છે. જેનું લોકાર્પણ તા. ૨૯ના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનાં હસ્તે કરવામાં આવશે. આ માટેની તૈયારીઓ ટ્રસ્ટીમંડળ અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. દ્વારકા શહેર અને તાલુકાનાં વિસ્તારમાં બીમાર અને અશક્ત ગાયોની સારવાર માટે અદ્યતન સુવિધારૃપ હોસ્પિટલનું નિર્માણ કરાયુ છે.
આ લોકાર્પણ દરમ્યાન રાજ્યપાલ દ્વારા ગૌપૂજન તથા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવશે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને દાતાઓ અને ગૌ સેવકોનાં સન્માન વગેરે કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે. રાજ્યપાલ હવાઈ માર્ગે ગાંધીનગરથી આવનાર છે. તેમનું હેલિકોપ્ટર બપોરે રૃક્ષ્મણી મંદિર પાસેના હેલીપેડ ઉપર ઉતરાણ કરશે. તેઓ બે કલાકનું રોકાણ દ્વારકામાં કર્યા પછી પરત ગાંધીનગર જવા રવાના થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag