Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાંબુડા પાસે બાઈકને મોટરની ઠોકરઃ
જામનગર તા.ર૪ઃ ધ્રોલના લતીપુર ગામ પાસે ગઈકાલે સાંજે એક છકડા-રિક્ષા સાથે સેન્ટ્રો મોટર અથડાઈ પડતા ઘવાયેલા છકડાના ચાલક-લતીપર ગામના યુવાનનું મૃત્યુ થયું છે. જ્યારે શનિવારે જાબુંડા પાસે બાઈક સાથે મોટર ટકરાતા ઈજા પામેલા બાઈકચાલકને સારવારમાં ખસેડાયા છે. પોલીસે બન્ને બનાવની તપાસ હાથ ધરી છે.
ધ્રોલ તાલુકાના લતીપર ગામના સરપંચ તરીકે સેવા આપતા હસમુખભાઈ લાખાભાઈ સરવૈયાના ભાઈ ચંદુભાઈ સરવૈયા (કોળી) ગઈકાલે સાંજે સાતેક વાગ્યે લતીપર ગામની ગૌશાળા પાસેથી રીક્ષા છકડો લઈને પસાર થતા હતાં.
આ વેળાએ પુરપાટ ઝડપે ધસી આવેલી જીજે પ જેએન-પર૦૮ નંબરની સેન્ટ્રો મોટરના ચાલકે બેફીકરાઈપૂર્વક ડ્રાઈવીંગ કરી ચંદુભાઈના છકડા સાથે અકસ્માત સર્જાતા ફંગોળાયેલા ચંદુભાઈને કપાળ, માથા તથા બન્ને હાથમાં ફ્રેકચર સહિતની ઈજા થઈ હતી. સારવારમાં ખસેડાયેલા ચંદુભાઈનું મૃત્યુ નિપજ્યું છે. હસમુખભાઈએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં મોટરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જોડિયા તાલુકાના હડીયાણા ગામના જયેશભાઈ ગોવિંદભાઈ પંચાસરા નામના કુંભાર યુવાન શનિવારે સાંજે ચારેક વાગ્યે જાંબુડા ગામ પાસેથી પોતાના જીજે-૧૦ સીજે ૮૪૦ નંબરના બાઈકમાં જતા હતાં ત્યારે જીજે-૧૦-ડીઈ-૭૪૩૭ નંબરની કીયા મોટરના ચાલકે તેઓને હડફેટે લેતા મણકામાં, પગમાં ફ્રેકચર સહિતની ઈજા પામેલા જયેશભાઈને દવાખાને ખસેડવામાં આવ્યા છે. તેઓએ મોટરના ચાલક સામે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag