Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લગભગ ૭૮ દેશોની જનસંખ્યા થાય
નવી દિલ્હી તા. ર૪ઃ દર વર્ષે ભારતમાં ૭૮ દેશોની વસતિ જેટલા બાળકો જન્મે છે. ર૦ર૧-રર માં દેશમાં ર.૦૩ કરોડથી વધુ બાળકોએ જન્મ લીધો હતો, અટલે કે રોજ સરેરાશ પ૬,૦૦૦ થી વધુ બાળકો જન્મ્યા છે. વિશ્વમાં સૌથી ઝડપથી ભારતમાં વસતિ વધે છે. ચીનમાં ઘટવા લાગી છે ત્યારે ભારતમાં વધી રહેલી વસતિ પડકારો પણ ઊભા કરી રહી છે.
વિશ્વમાં સૌથી વધુ વસતિ ધરાવતો દેશ ચીન છે, પરંતુ થોડા મહિના પછી ભારત બનશે. યુનાઈટેડ નેશન્સે ગત્ વર્ષે પોતાના રિપોર્ટમાં પહેલા જ દાવો કર્યો હતો કે ર૦ર૩ માં ભારતની વસતિ ચીન કરતા વધુ હશે, જો કે કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતની વસતી ચીન કરતા વધી ગયેલ છે.
ભારતમાં સૌથી વધુ બાળકો જન્મે છે. સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ છે કે ભારતમાં દર વર્ષે લગભગ રપ મિલિયન બાળકો જન્મે છે. તે જ સમયે ભારત કરતા સૌથી વધુ વસતિ ધરાવતા ચીનમાં લગભગ અડધા બાળકોનો જન્મ થાય છે. ર૦રર માં ચીનમાં ૯પ લાખ બાળકોનો જન્મ થયો હતો. ર૦ર૧ ની તુલનામાં આ લગભગ ૧૦ ટકાનો ઘટાડો હતો.
ભારતના કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે, વર્ષ ર૦ર૧-રર માં ર.૦૩ કરોડથી વધુ બાળકોનો જન્મ થયો છે. એટલે કે દરરોજ સરેરાશ પ૬ હજાર બાળકોનો જન્મ થયો. અગાઉ વર્ષ ર૦ર૦-ર૧ માં બે કરોડથી વધુ બાળકોનો જન્મ થયો હતો. આનો અર્થ એ થયો કે ર૦ર૦-ર૧ ની સરખામણીમાં ર૦ર૧-રર માં ૧.૩ર લાખ વધુ બાળકોનો જન્મ થયો છે.
આ આંકડો પણ આશ્ચર્યજનક છે, કારણ કે જો વિશ્વના ૭૮ દેશોની વસતિ ઉમેરવામાં આવે તો આ સંખ્યા બે કરોડથી થોડી વધુ છે. આ દૃષ્ટિકોણથી એમ કહી શકાય કે ભારતમાં દર વર્ષે ૭૮ દેશોની વસતિ સમાન બાળકોનો જન્મ થઈ રહ્યો છે.
ભારતમાં વસતિ વધી રહી હોવાના ત્રણ મોટા કારણો છે, પ્રથમ બાળક મૃત્યુદરમાં ઘટાડો એનો અર્થ એ છે કે એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુમાં ઘટાડો થઈ રહ્યો છે. બીજુ, નવજાત મૃત્યુદરમાં ઘટાડો થયો છે. એટલે કે ર૮ દિવસ સુધીના બાળકોના મૃત્યુમાં ઘટાડો થયો છે અને ત્રીજુ, અંડર-પ મૃત્યુદર ઘટાડવાનો અર્થ એ છે કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયની હેલ્થ મેનેજમેન્ટ ઈન્ફર્મેશન સિસ્ટમના ર૦ર૧-રર ના અહેવાલમાં જણાવાયું છે કે, ભારતમાં શિશુ મૃત્યુદર, નવજાત મૃત્યુદર અને પ વર્ષથી ઓછી વયના મૃત્યુદરમાં ઘટાડો થઈ રહ્યો છે. આ રિપોર્ટ અનુસાર ર૦૧ર માં ભારતમાં શિશુ મૃત્યુદર દર એક હજાર બાળકોએ ૪ર હતો, જે ર૦ર૦ માં ઘટીને ર૮ થઈ ગયો. એટલે કે ર૦૧ર માં જન્મલા દરેક બાળકમાંથી ૪ર એક વર્ષ પણ જીવી શક્યા નથી.
એ જ રીતે ર૦૧ર માં દર હજાર બાળકોએ બાળ મૃત્યુદર પણ ર૯ હતો, જે ઘટીને હવે ર૦ થયો છે. તે જ સમયે ર૦૧ર માં દર એક હજાર બાળકો પર પ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો મૃત્યુદર પણ પર હતો, જે ર૦ર૦ માં ઘટીને ૩ર થયો છે. બીજી તરફ ચીનમાં જન્મ દર ઘટી રહ્યો છે. ચીનના સરકારી આંકડા દર્શાવે છે કે ર૦રર માં દેશમાં જન્મ દર હજાર લોકો દીઠ ૬.૭૭ હતો, જ્યારે ર૦ર૧ માં તે ૭.પર હતો. ૧૯૪૯ પછી ચીનમાં જન્મદરમાં ઘટાડો આ પ્રથમ વખત હતો.
ભારતમાં ઝડપથી વધી રહેલી વસતિને કારણે આગામી દિવસોમાં ગંભીર સમસ્યા સર્જાવાની ભીતી સેવાઈ રહી છે. ર૦૧૮ માં નીતિ આયોગનો રિપોર્ટ આવ્યો હતો, આ રિપોર્ટ જણાવે છે કે હજુ પણ ૬૦ કરોડ ભારતીયો ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યા છે. એટલે કે તેમની પાસે પીવાનું પૂરતું પાણી નથી.
નીતિ આયોગનો અંદાજ છે કે ર૦૩૦ સુધીમાં ભારતમાં પાણીની માંગ પુરવઠા કરતા બમણી થઈ જશે. જેના કારણે લાખો લોકોને ગંભીર જળ સંકટનો સામનો કરવો પડશે. એટલું જ નહીં, ર૦૩૦ સુધીમાં ૪૦ ટકા ભારતીયો પાસે પીવાનું શુદ્ધ પાણી પણ નહીં હોય. એટલું જ નહીં, વસતિ વધારાને કારણે ખેતીની જમીન પણ ઘટી રહી છે. વિશ્વ બેંક અનુસાર ર૦૦૧ માં દરેક ભારતીય પાસે ૦.૧પ હેક્ટર ખેતીની જમીન હતી, જે ર૦૧૮ માં ઘટીને ૦.૧ર હેક્ટર થઈ ગઈ છે.
આ સિવાય નોકરીઓનું સંકટ પણ સર્જાઈ શકે છે. યુનાઈટેડ નેશન્સનો અંદાજ છે કે ર૦પ૦ સુધીમાં વિકસિત દેશોમાં દર વર્ષે ૧પ મિલિયન યુવાનો શ્રમ દળમાં જોડાશે.
કેન્દ્ર સરકારના સામયિક લેબર ફોર્સ સર્વે અનુસાર ભારતમાં શ્રમ બળ ઝડપથી વધી રહ્યું છે. ર૦૧૭-૧૮ માં શ્રમ દળમાં યુવાનોનો હિસ્સો ૩૮ ટકા હતો, જે ર૦ર૦-ર૧ માં વધીને ૪૧ ટકાથી વધુ થયો છે. વધતી વસતિના કારણે આરોગ્ય સેવાઓ પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે. ર૦૧૯-ર૦ ના આર્થિક સર્વેક્ષણમાં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું હતું કે, જો વસતિ આ રીતે વધતી રહેશે તો આવનારા સમયમાં હોસ્પિટલોમાં બેડની સંખ્યા ઓછી થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag