Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની સમીક્ષા બેઠકઃ
ખંભાળિયા તા. ર૪ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્ત્વના પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે તેમજ સમગ્ર જિલ્લામાં રાજ્ય સરકારના વિવિધ અભિયાનનો અંતર્ગત જન સેવાની કામગીરી વેગવંતી બને અને લક્ષ્યાંકો મુજબ કામગીરી પૂર્ણ થાય તે માટે પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જિલ્લાના અધિકારીઓ સાથે પ્રથમ બેઠક કરી માર્ગદર્શન આપ્યું હતું. વન અને પર્યાવરણ તેમજ પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ જિલ્લાના પ્રવાસનને લગતા વિવિધ કામોની સમીક્ષા કરી જિલ્લાના વિવિધ પ્રોજેક્ટ અંગે સંકલનથી કામ કરવા સૂચના આપી હતી.
પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનું સ્વાગત કર્યું હતું. મંત્રી મૂળુભાઈ બેરાએ પાણી પુરવઠા સિંચાઈ સહિત અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આપવામાં આવી રહેલી મંજુરી અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. કલેક્ટર એમ.એ. પંડ્યા દ્વારા સરકારના માર્ગદર્શનમાં હાથ ધરવામાં આવી રહેલી જન સુખાકારી અને વિકાસલક્ષી કામગીરીનો ચિતાર આપ્યો હતો. અધિક કલેક્ટર દ્વારા રેવન્યુ તેમજ વિવિધ વિભાગો દ્વારા ચાલતા કામો અને નાણાકીય અને ભૌતિક સિદ્ધિઓ અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
સાંસદ પૂનમબેન માડમે નેશનલ હાઈ-વેની કામગીરી, રિસર્વે ઝડપથી પૂર્ણ થાય તે માટે જરૃરી ફોલોઅપ લેવા માટે સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. ધારાસભ્ય પબુભા માણેક દ્વારા હકારાત્મક સૂચનો કરાયા હતાં. અધિકારીઓની સમીક્ષા બેઠકમાં જિલ્લા પોલીસવડા નીતેશ પાંડે, જિલ્લા વિકાસ અધિકારી ધાનાણી તેમજ સંબંધિત કચેરીના વડા ઉપસ્થિત રહ્યા હતાં.
બન્ને મંત્રીઓએ અધિકારીઓની મિટિંગ પૂર્વે સંગઠનના અને પંચાયતના પદાધિકારીઓ સાથે મિટિંગ કરી હકારાત્મક સૂચનો મેળવ્યા હતાં અને જિલ્લાના વિકાસના કામો માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રાજીબેન મોરી તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
આ બેઠકમાં ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર તથા દ્વારકાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ અનેક પ્રશ્નો રજૂ કર્યા હતાં. સગાભાઈ રાવલિયાએ પીંડારા બંધારા યોજના અંગે પબુભા માણેકે પીવાના પાણી તથા વીજળીના પ્રશ્નો, દ્વારકાના નયનાબા રાણાએ સરકારી હોસ્પિટલમાં ખાલી જગ્યાઓ અંગે, સંજયભાઈ નકુમ, હરિભાઈ નકુમ દ્વારા ધરમપુર, હર્ષદપુર તથા વાડી વિસ્તારના રસ્તાઓ અંગે, તા.પં. કારોબારી ચેરમેન રસિકભાઈ નકુમ, પૂર્વ ધારાસભ્ય મેરામણભાઈ ગોરિયા, કાનાભાઈ કરમૂર, ઈન્દ્રજિતસિંહ પરમાર, ભરતભાઈ ચાવડા, હિતેષભાઈ પીંડારિયા, જીતેન્દ્રભાઈ કણઝારિયા, ઓખા ન.પા. પ્રમુખ, રાવલના રસિકભાઈ થાનકી, ભાણવડના જીતુભાઈ જોષી, કલ્યાણપુરના વિક્રમભાઈ બેલા, હિતેન્દ્રભાઈ આચાર્ય વગેરેએ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી.
આ બેઠકમાં પી.એસ. જાડેજા, અનિલ તન્ના, પાલાભાઈ કરમુર, ગોવિંદભાઈ કનારા, મનોજભાઈ જાદવ, મોહનભાઈ બારાઈ, વી.ડી. મોરી, જિ.પં. પ્રમુખ રાજીબેન મોરી, અરવિંદભાઈ ભટ્ટ, જીગ્નેશભાઈ પરમાર, મોહનભાઈ ગોરફાડ, કુંદનબેન આરંભડિયા, વગેરે હાજર રહ્યા હતાં.
નેશનલ હાઈ-વે ઓથોરીટીની કામગીરી અંગે તડાપીટ
આ બેઠકમાં આ વિસ્તારના આગેવાનોએ નેશનલ હાઈ-વે ઓથોરીટીની કામગીરી અંગે રોષ સાથે અસંતોષ વ્યક્ત કરી ભારે તડાપીટ બોલાવી દીધી હતી. જિલ્લા કલેક્ટરની મિટિંગમાં ગેરહાજરી રહેવું, સૂચનાનો અમલ ન કરવો, રજૂઆતો પ્રત્યે ધ્યાન ન આપવું, ગામોમાં જવા-આવવાના રસ્તા ખોલવા નહીં, ટોલનાકાની સમસ્યા અંગે રજૂઆતો કરવામાં આવતા પ્રભારી મંત્રીએ સંસદસભ્ય પૂનમબેન માડમ સાથે ચર્ચા કરી કેન્દ્રિયમંત્રીને પગલાં લવાની જાણ કરવાનો નિર્ણય લેવાયો હતો.
ધરમપુરના ખેડૂતોને-વાહનચાલકોને નેશનલ હાઈ-વે ઓથોરીટી હસ્તકના માર્ગ ઉપરથી દરરોજ આવવું જવું પડે છે અને ટોલનાકા ઉપર ભારે ટોલ ટેક્સ ભરવો પડે છે. આથી ધરમપુરના લોકોને રાહત થાય તેવા ટેક્સ-પાસની માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત રસ્તાના દબાણ અંગેનો સર્વે થઈ ગયો હોય તાકીદે કાર્યવાહી કરવા જણાવાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag