Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કચ્છ-મોઢેરાની સાંસ્કૃતિક ઝલ સાથે બિનપરંપરાગત ઉર્જાને આવરી લઈને દુનિયાને ચીંધશે નવી રાહ
નવી દિલ્હી તા. ર૩ઃ નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિને ગુજરાતની ઝાંખી રજૂ થશે, જેમાં કચ્છ-મોઢેરાની સાંસ્કૃતિક ઝલક અને સૌર-પવનઊર્જાના વિજ્ઞાનિક-તકનીકી અભિગમનું એકીકરણ કરીને પુનઃ પ્રાપ્ય હરિત અને શુદ્ધઊર્જાના નિર્માણ દ્વારા ઊર્જાક્ષેત્રે દેશ અને દુનિયાને નવી રાહ ચીંધવાનો ઝાંખી દ્વારા સુંદર પ્રયાસ કરાશે. આ વર્ષે આ ઝાંખી ક્લિન-ગ્રીન ઉર્જાયુકત ગુજરાત ના વિષય પર તૈયાર કરાઈ છે.
ગુજરાત સતત નવતર પ્રયોગો અને પ્રયાસો કરીને રાષ્ટ્રને નવી દિશા આપવાનું કાર્ય કરે છે. આ ઉપક્રમને બરકરાર રાખીને તા. ર૬ જાન્યુઆરી, ર૦ર૩ ના નવી દિલ્હીના કર્તવ્યપથ પર આયોજિત થનારી પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત ક્લિન-ગ્રીન ઊર્જાયુકત ગુજરાત વિષયને આવરી લેતી ઝાંખી રજૂ થનારી છે. જે દેશ અને દુનિયાને પુનઃ પ્રાપ્ય ઊર્જાસ્ત્રોતોના પ્રયોગથી હરિત અને શુદ્ધ ઊર્જાનું નિર્માણ કરીને આત્મનિર્ભર બનવાનો સંદેશ આપશે.
સમગ્ર વિશ્વ આજે પરંપરાગત ઊર્જાસ્ત્રોતોની કટોકટીનો સામનો કરી રહ્યું છે. આ સ્ત્રોતો કાળક્રમે ક્ષીણ થઈ રહ્યા છે, તો બીજી તરફ આ ઊર્જાસ્ત્રોતને લીધે પ્રદુષણ વધતા સમગ્ર પૃથ્વી ઉપરનું તાપમાન વધી રહ્યું છે, જેના લીધે દુનિયાના સંખ્યાબંધ દેશો કલાઈમેટ ચેન્જ ના કારણે પૂર, ભૂ સ્ખલન,, ત્સુનામી, ભૂકંપ જેવી કુદરતી આપદાઓનો સામનો કરી રહ્યા છે, જેની ગંભીર ચિંતા ચાલુ વ ેહૈંીઙ્ઘ દ્ગટ્ઠંર્ૈહજ ઝ્રઙ્મૈદ્બટ્ઠંી ઝ્રરટ્ઠહખ્તી ર્ઝ્રહકીિીહષ્ઠી ર્િ ર્ષ્ઠહકીિીહષ્ઠી ર્ક ંરી ઁટ્ઠિંૈીજ ર્ક ંરી ેહકષ્ઠષ્ઠષ્ઠ કરવામાં આવી છે.
આ વિપરીત પરિસ્થિતિનો મુકાબલો કરવ, પૃથ્વીના વાતાવરણે શુદ્ધ અને હરિયાળું રાખવા તથા ેહજેજંટ્ઠૈહટ્ઠહ્વઙ્મી ડ્ઢીદૃીર્ઙ્મૅદ્બીહં ય્ર્ટ્ઠઙ્મજ (જઙ્ઘય્) ના છકર્કઙ્ઘિટ્ઠહ્વઙ્મી ટ્ઠહઙ્ઘ ઝ્રઙ્મીટ્ઠહ ઈહીખ્તિઅ લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે પુનઃ પ્રાપ્ય અને બિનપરંપરાગત ઊર્જાના સંસાધનોનો ઉપયોગ કરવાનું ગુજરાતે બીડું ઝડપ્યું છે. ગુજરાતે વર્ષ-ર૦૦૯ માં કલાઈમેટ ચેન્જનો એક અલાયદો વિભાગ બનાવીને બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોત ઃ પવન ઊર્જા, જૈવિક ઊર્જા, હાઈડ્રો પાવર દ્વારા સંચાલિત વિવિધ પ્રોજેકટ્સ શરૃ કર્યા છે. આજે દેશમાં ગુજરાત બિનપરંપરાગત ઊર્જાના ઉત્પાદનમાં અગ્રેસર છે.
પ્રસ્તુત ઝાંખીના પ્રથમ ભાગમાં ગુજરાતના કચ્છના ખાવડામાં આકાર લઈ રહેલા દુનિયાના સૌથી વિશાળ હાઈબ્રીડ (સોલાર અને વિન્ડ) રિન્યુએબલ એનર્જી પાર્કનું નિદર્શન છે. બિનપરંપરાગત ઊર્જાના અખૂટ સ્ત્રોત સ્વરૃપ સૂર્ય અને પવનને પ્રતીકાત્મક રીતે હાથમાં ધારણ કરેલી એક ખુશહાલ કન્યાને કચ્છના ભાતીગળ પહેરવેશમાં દર્શાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ-ર૦૧૧ થી ગુજરાતના પાટણ જિલ્લાના ચારણકા ગામમાં રાજ્યનો સૌ પ્રથમ સોલાર પાર્ક કાર્યરત છે જ !
જ્યારે ઝાંખીના પૃષ્ઠભાગમાં ગુજરાતનું જાણીતું સૂર્યમંદિર જ્યાં આવેલું છે, તે મોઢેરા ગામ મારફતે દેશનું સૌ પ્રથમ ર૪ટ૭ સોલાર ઊર્જા મેળવતું ગામ બન્યું છે. તાજેતરમાં જ યુનાઈટેડ નેશન્સ (યુએન) ના સેક્રેટરી-જનરલ એન્ટોનિઓ ગુટરસે સૌરઊર્જાથી આત્મનિર્ભર બનેલા મોઢેરાની મુલાકાત લઈને ગુજરાતના આ કાર્યની ખૂબ પ્રસંશા કરી હતી.
આ સાથે પીએમ કુસુમ યોજના મારફત સોલાર રૃફટોપથી ખેતીની સિંચાઈ, કેનાલ રૃફટોપથી ઊર્જા ઉત્પાદન, અન્ય અસ્કયામતો ઉપર પવન-સૂર્ય ઊર્જાથી ક્લિન-ગ્રીન ઊર્જા ઉત્પાદન કરીને આ ક્ષેત્રે આત્મનિર્ભરતા તેમજ આર્થિક ઉપાર્જનથી રાજ્યમાં થયેલી સુખદ ઊર્જાક્રાંતિને પ્રદર્શિત કરવામાં આવી છે. આ ઉપરાંત, કચ્છના સફેદ રણ, પારંપરિક રહેઠાણ ભૂંગા, કચ્છી પહેરવેશમાં સજજ રણના વાહન ઊંટને દોરી જતી ગ્રામીણ કચ્છ મહિલા સહિતના ઘણા આકર્ષણો વિન્ડફાર્મ અને સોલાર પેનલ્સ સાથે આ ઝાંખીમાં રજુ કરવામાં આવ્યા છે.
ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાંખી નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ સુશ્રી અવંતિકાસિંઘ ઔલખ, માહિત નિયામકશ્રી આર.કે. મહેતા,અધિક નિયામકશ્રી અરવિંદ પટેલના માર્ગદર્શનમાં શ્રી પંકજભાઈ મોદી તથા નાયબ માહિતી નિયામક સંજય કચોટ યોગદાન આપી રહ્યા છે. ઝાંખીનું નિર્માણ સ્માર્ટ ગ્રાફ આર્ટ એડવાર્ટાઈઝિંગ પ્રાઈવેટ લિમિટેડના શ્રી સિદ્ધેશ્વર કાનુગા કરી રહ્યા છે.
આ ઝાંખી મારફતે બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતોથી ઉજ્જવળ અને આર્થિક રીતે અગ્રેસર ગુજરાતે તથા હીં ઢીર્િ ઈદ્બૈજર્જૈહ ાા ટ્ઠકર્કઙ્ઘિટ્ઠહ્વઙ્મી ટ્ઠહઙ્ઘ ઝ્રઙ્મીટ્ઠહ ઈહીખ્તિઅ ઉપયોગ વડે વિશ્વનું માર્ગદર્શક બની રહે તેવો અસરકારક સંદેશ આપવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag