Advertisement
Author: નોબત સમાચાર

આહિર સમાજ સેવા સમિતિ દ્વારા નવમા સમૂહ લગ્નોત્સવનું આયોજન

ધ્રોલ તાલુકાના ખારવા ગામે

ધ્રોલ તા.૨૪ ઃ ધ્રોલના મુરલીધર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા છેલ્લા આઠ વર્ષથી આહિર સમાજની દીકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કર્યા પછી આ વખતે મુરલીધર સેવા ચેરીટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા નવમા સમૂહ લગ્નનું આયોજન ધ્રોલ તાલુકાના ખારવા ગામે હમાપર રોડ પર કરવામાં આવ્યું છે.

ધ્રોલ આહિર સમાજના મુરલીધર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વસંતપંચમીમાં પવિત્ર અવસરે તા.૨૬મી જાન્યુ.ના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હોય, આ વખતે સમૂહ લગ્નમાં ૧૬ નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે અને આહિર સમાજ દ્વારા ૧૬ દીકરીઓને એક એક લાખ રૃપિયા કન્યાદાન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સમૂહ લગ્નના લગ્નવિધિના આચાર્યપદે ભટ્ટ નયનકુમાર બિરાજશે અને મંડપ રોપણ સવારે ૫ઃ૩૦ વાગ્યે, જાન આગમન સવારે ૬ વાગ્યે, હસ્તમેળાપ સવારે ૧૦ વાગ્યે આહિર સમાજના આગેવાનો વગેરેની ઉપસ્થિતિમાં ૧૬ નવદંપતીઓ સપ્તપદીના સાત ફેરા ફરીને લગ્ન સંસારમાં જોડાશે.

નવદંપતીઓના સત્કાર સમારંભનું સવારે ૧૧ઃ૩૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે. સમાજના વડીલોપ આગેવાનો, નવદંપતીઓને આશીર્વાદ આપશે અને ૧૨ઃ૩૦ કલાકે સમૂહ લગ્નના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભોજનના દાતા હમાપરના સ્વ. અરજણભાઈ રાજાભાઈ ડાંગર, (હસ્તે કાળુભા ઈલાભાઈ ડાંગર, જોશનાબેન કાળુભાઈ ડાંગર) છે.

ધ્રોલના આંગણે આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે મુરલીધર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આહિર સમાજ સેવા સમિતિના પ્રમુખ મહેશભાઈ નાગદાનભાઈ બરારીયા, ઉપપ્રમુખ કનુભાઈ ગોવિંદભાઈ મકવાણા, પ્રકાશભાઈ વસરામભાઈ લૈયા, નરસંગભાઈ હીરાભાઈ જાટીયા, હસમુખભાઈ રાયમલભાઈ શિયાર, કેશુભાઈ જેસંગભાઈ ખીમાણીયા, અશોકભાઈ જેસંગભાઈ કાનગડ, લખનભાઈ પાંચાભાઈ ડાંગર, નારણભાઈ બિજલભાઈ મકવાણા, જશુભાઈ અરજણભાઈ શિયાર, કાળુભાઈ ઘેલાભાઈ ડાંગર, હરીભાઈ કેશુભાઈ ખીમાણીયા, રમેશભાઈ હીરાભાઈ ડાંગર, બાબુભાઈ સોલંકી, કરશનભાઈ બરારીયા, ભરતભાઈ ડાંગર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh