Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખોડલધામમાં ટ્રસ્ટી તરીકે નિમણૂક
જામનગર તા. ર૩ઃ જામનગરની અગ્રગણ્ય બેંક એવી નવાનગર બેંકના ડાયરેક્ટર નાથાભાઈ મુંગરાની ખોડલધામમાં ટ્રસ્ટી તરીકે નિમણૂક થતાં બેંકના હોદ્દેદારો, અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા નાથાભાઈ મુંગરાનું સન્માન કરવામાં આવ્યું હતું.
જામનગરની નવાનગર કો.ઓપ. બેંક લિ.ના ડાયરેક્ટર નાથાભાઈ મુંગરાની ખોડલધામમાં ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ નાથાભાઈના પરિવાર દ્વારા રૃા. પ૧ લાખનું દાન ખોડલધામમાં આપવામાં આવ્યું હતું. ઉપરાંત ૧૧ લાખનું દાન લેઉવા પટેલ સમાજ વાડીમાં પણ આપવામાં આવ્યું હતું.
દરમિયાન ગત્ તા. રર ને રવિવારના બેંક સ્ટાફ સોસાયટીના પ્રમુખ અજય શેઠ દ્વારા લીલાવતી નેચર કેર સેન્ટર (લાખાબાવળ) માં આયોજીત કાર્યક્રમમાં બેંકના ડાયરેક્ટર નાથાભાઈ મુંગરાનું સન્માન કરવામાં આવ્યું હતું. બેંકના ચેરમેન કિરણભાઈ માધવાણી ઉપરાંત ધીરજલાલ કનખરા, રમણિકભાઈ શાહ, વિજયભાઈ શેઠ, ચંદુભાઈ શાહ, મીતેશભાઈ કનખરા, સીઈઓ શ્રી સેજપાલ, જનરલ મનેજર શ્રી ફોફરીયા, એ.જી.એમ. હિતેષભાઈ ઝવેરી, પ્રસાદ શાહ, અજય શેઠ, રૃપેન શાહ, ધવલ વોરા, વિજય કટારમલ, હરિશ નંદા વગેરે દ્વારા સન્માન કરાયું હતું. આ પ્રસંગે નાથાભાઈએ પ્રાસંગિક પ્રવચન આપી વિગતો વર્ણવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag