Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલપુર ચોકડીથી આગળ દરેડ પાસે
જામનગર તા. ર૪ઃ જામનગરથી લાલપુર જવાના ધોરીમાર્ગ ઉપર લાલપુર ચોકડીથી થોડે આગળ માર્ગને જોડતો રંગમતી નદી ઉપર પુલ તથા રસ્તાનું બાંધકામ થઈ રહ્યું હોવાનું જાણવા મળતા આ કામ અંગે જામનગરના જાગૃત નાગરિક નીતિનભાઈ માડમે મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી વિસ્તૃત જાણકારી પૂરી પાડવા અને તેનો જાહેર ખુલાસો કરવા માંગણી કરી છે.
આ આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે આ પુલ સુવિધા માટે બનાવવામાં આવે છે. આ પુલ બનાવવા અંગે કોઈ વ્યક્તિ, વ્યક્તિઓ કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા આ પુલ બનાવવા માટે રજૂઆત કરવામાં આવેલ હોય તેવું ધ્યાનમાં આવેલ નથી. સ્થળ તપાસ સમયે સરકાર કે મહાનગરપાલિકાના કોઈપણ વિભાગના અધિકારી સ્થળ પર હાજર ન હોય તથા આટલા મોટા કામ બાબતે સરકારના નિયમ પ્રમાણે કઈ ગ્રાન્ટમાંથી, કેટલા ખર્ચ તથા પુલના માપદંડ અને કઈ એજન્સી મારફત બનાવવામાં આવે છે તેનું કોઈપણ નોટીસ બોર્ડ ત્યાં જોવા મળ્યું નથી.
જામનગર મહાનગર પાલિકા દ્વારા આ કામ અંગે પુલની ડિઝાઈન કઈ એજન્સી મારફત તૈયાર કરવામાં આવેલ તથા અંદાજીત ખર્ચ અંગે કોઈપણ અભિપ્રાય આપવામાં આવેલ હોય તેની વિગત, આ પુલ અંગે કોઈ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ હોય તો તે ટેન્ડરની વર્તમાનપત્રની જાહેરાતની નકલો તથા આ કામ કઈ એજન્સીને મળેલ છે તથા આ અંગે સ્ટેન્ડીંગ કમિટીમાં મંજુર કરેલ હોય તો મંજુરીની વિગતોથી જાહેર જનતાને માહિતગાર થવા જાહેર કરવા માંગણી કરવામાં આવી છે.
જો કોઈ સંસ્થા, વ્યક્તિ કે વ્યક્તિઓ દ્વારા આ પુલ સ્વખર્ચ બનાવવામાં આવતો હોય તો તેઓ દ્વારા આ અંગે મંજુરી માંગતો પત્ર ઈન્વર્ડ નંબર સાથે તથા સ્ટેન્ડીંગ કમિટી, જનરલ બોર્ડ દ્વારા કોઈ મંજુરી આપવામાં આવેલ હોય તો તેની વિગત પણ જાહેર જનતાને જાણ માટે વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ કરવી જરૃરી છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા કોઈપણ વિકાસના કાર્યો કરતા પહેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે વિસ્તારમાં કામ કરવાનું હોય તે વિસ્તારના નાગરિકો તથા કામ કરનાર એજન્સી અને અધિકારીઓ હાજર રહી ખાતમુહૂર્ત કરતા હોય તેવું અવારનવાર વર્તમાનપત્રના માધ્યમથી જાણવા મળતું હોય છે, પરંતુ આ મોટા કામ બાબત કોઈપણ જાતની વર્તમાનપત્રમાં પ્રસિદ્ધિ ન થઈ હોય તેથી અનેક શંકા ઉત્પન્ન થાય છે કે, કોઈ વ્યક્તિઓ દ્વારા સરકારી જમીન, નદીનાળા પર રસ્તો બનાવી પોતાના અંગત સ્વાર્થ માટે સરકારી જમીન પર કબજો કરી કામ હાથ ધર્યું હોય તો આ અંગે સરકારના નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.
દિવસ-૩ ની અંદર આ અંગે કોઈ સંતોષકારક જવાબ નહિં મળે તો ઉચ્ચ કક્ષાએ તથા કોર્ટ સમક્ષ જવાના અમારા અધિકારનો ઉપયોગ કરવાની ચિમકી આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag