Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિક્ષણ સમિતિના ચેરમેન સંજય નકુમ દ્વારા
ખંભાળીયા તા.૨૩ઃ તાજેતરમાં ખંભાળિયાની મુલાકાતે આવેલા રાજ્યના જળ સંપત્તિ તથા નાગરિક પુયાડા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને ખંભાળિયાના ધરમપુરના જિલ્લા પચાંયત સદસ્ય તથા જિલ્લ શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ નકુમ દ્વારા ગ્રામ્ય પંથકના પ્રશ્નો અંગે રજુઆતો કરવામાં આવી હતી.
સલાયા સોડસલા રોડ નો રસ્તો પ્રાંત અધિકારીએ રસ્તો ખોલવા ચુકાદો આપ્યા છતાં રસ્તો ચાલુ ના થતાં લોકોને ૧૦/૧૫ કિમીનો ફેરો ફરવા ખાવા જવું પડતું હોય તાકીદે રસ્તો શરૃ કરવા તથા ધી ડેમ ની કેનાલ પાસે રસ્તો બનાવવા, ખંભાળિયા ધી ડેમ તરફ જતાં રામનાથ સોસાયટીથી રસ્તા પર પૂલ તૂટી ગયેલ છે તે બનાવવા તથા રસ્તો બનાવવા, નેશનલ હાઈવે પર પેટ્રોલપંપ પાસે હર્ષદપુરમાં રસ્તો બંધ કરી દેતા ગ્રામજનો તથા બે શાળાઓના ૧૨૦૦ જેટલા છાત્રોને રસ્તો બંધ થતાં ફરીને જવું પડતું હોય આ પ્રશ્ને રજુઆતો કરવામાં આવી હતી.
દ્વારકા ખંભાળિયા હાઈવેના કામમાં રોડ બની જવા છતાં જમીન સંપાદન થયેલા ખેડૂતોને વળતરની રકમ ના અપાઈ હોય તે અંગે તથા ધરમપુરમાં પા.પુ. યોજનામાં રસ્તામાં સર્વે થયો હોય તેમાં દબાણો હટાવવા તથા વાલ્વોનું પા.પુ. યોજનાનું કામ તાકીદે પૂર્ણ કરવા માટે રજુઆતો કરવામાં આવી હતી. જે બાબતે રાજયમંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ સંબંધિત તંત્રને સૂચનાઓ આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag