Advertisement
Author: નોબત સમાચાર

ડેન્ટલ તથા ફિઝીયોથેરાપી સેન્ટર માટે મહિલા બેંકના એમ.ડી. શેતલબેન શેઠ દ્વારા રૃા.૧૯ લાખનું અનુદાન

જામનગરમાં રેડક્રોસ સોસાયટી દ્વારા નિર્માણાધિન

જામનગર તા.૨૪ઃ જામનગર રેડક્રોસ સોસાયટી દ્વારા જામનગરમાં ડેન્ટલ તથા ફિઝીયોથેરાપી સેન્ટરનું નિર્માણ કરવામાં આવનાર છે.

રેડક્રોસ સોસાયટીના અત્યંત મહત્ત્વપૂર્ણ અને પ્રજા ઉપયોગી પ્રોજેક્ટ માટે દાતાઓ તરફથી દાન એકત્ર કરવાની પ્રક્રિયામાં જામનગર મહિલા સહકારી બેંકના એમ.ડી., સંસ્કૃતિ ફાઉન્ડેશનના સ્થાપક તેમજ ગુજરાત સ્ટેટ કો.ઓ. યુનિયનના ડીરેક્ટર શેતલબેન શેઠ દ્વારા રૃા.૧૯ લાખનું માતબર રકમનું અનુદાન અર્પણ કરવામાં આવ્યું છે.

રેડક્રોસ સોસાયટીના ચેરમેન બિપિનભાઈ ઝવેરી, વાઈસ ચેરમેન ડો. અવિનાશભાઈ ભટ્ટ, કારોબારી સભ્યો આનંદભાઈ મહેતા, નિરંજનાબેન વિઠલાણી, કિરીટભાઈ શાહ, એડવોકેટ પ્રફુલભાઈ કનખરા, પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, દિપાબેન સોની, ડો.પી.વી. વસોયા, ભાર્ગવભાઈ ઠાકર, મનહરભાઈ ત્રિવેદી, નીતિનભાઈ પરમાર, રાજુભાઈ ભાનુશાળીની ઉપસ્થિતિમાં શેતલબેન શેઠ દ્વારા રૃા. ૧૯ લાખના અનુદાનનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

રેડક્રોસ સોસાયટીના ચેરમેન બિપિનભાઈ ઝવેરીને દાતા તરફથી જણાવ્યું હતું કે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી (ગુજરાત)નાં ચેરમેન અજયભાઈ પટેલ સાથે વાતચીત થયા મુજબ આ સેન્ટરનું નામકરણ કરવા સૂચન કરવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh