Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૪ઃ જામનગર જિલ્લા ફરિયાદ અને સંકલન બેઠકમાં જામજોધપુર-લાલપુરના ધારાસભ્ય હેમતભાઈ ખવાએ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી.
હેમંત ખવા દ્વારા ૩૯ જેટલા પ્રશ્નો પૂછી દરેક વિભાગના અધિકારીઓ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી તાત્કાલિકમાં તાત્કાલિક જિલ્લાના પ્રશ્નોના ઉકેલ માટે સૂચનો રજૂ કર્યા હતાં. ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં એમ.આર.આઈ. મશીન ચાલુ કરવા બાબતે, અપૂરતા ડોક્ટરોની નિમણૂક માટે સરકારશ્રીમાં ડોક્ટરોની નિમણૂક કરવા બાબતે સૂચનો રજૂ કર્યા હતાં.
ખેડૂતોના વીજળી સંબંધીત પ્રશ્નો જેવા કે લોડ શેડીંગમાં અગાઉ જાણ કરવી, વારંવાર લોડ શેડીંગ ના થાય, તાત્કાલિક નવા કનેક્શન આપવા અને બળી ગયેલ ટ્રાન્સફોર્મર સમયસર બદલાવવામાં કાળજી રાખવા બાબત રજૂઆત કરી હતી.
જામજોધપુર તાલુકામાં લાંબા સમયથી આધારકાર્ડ મશીન બંધ હોય, ચાલુ કરવા રજૂઆતો કરી, જે સંબંધે વિભાગ દ્વારા ખાત્રી આપવામાં આવી કે આગામી એક માસમાં જામજોધપુર તાલુકા મથકે એક અને ગ્રામ્ય વિસ્તારમાં બે નવા આધારકાર્ડ કીટ ફાળવણી કરવામાં આવશે. સૌથી વધારે જે લોકોના ફીંગર ન આવવા બાબતે વ્યાપક ફરિયાદ હતી તે સંબંધે ચાર પ્રયત્ન કરવા છતાં જો ફીંગર ન આવે તો સક્ષમ અધિકારીને ઉચ્ચ કચેરીને લેટરથી જાણકારી આપી ફીંગર ન આવે તો પણ આધારકાર્ડ મળે એવી વ્યવસ્થા કાર્યરત કરવા સૂચનો કર્યા હતાં.
જામજોધપુર, લાલપુર વિસ્તારના એસ.ટી. વિભાગને લગત પ્રશ્નો બાબતે પણ બંધ રૃટ તાત્કાલિક ચાલુ કરવા સંબંધે સૂચન કર્યા અને કોરોના પછી બંધ થયેલ જામજોધપુર તાલુકનો એક પણ રૃટ ફરીથી ચાલુ થયેલ ન હોય ત્યારે એસ.ટી. વિભાગને ટકોર કરી કે જામજોધપુરને અન્યાય શા માટે કરવામાં આવે છે?
જામનગર જિલ્લામાં માથાના દુઃખાવા સમાન જમીન માપણીને લગત પ્રશ્નમાં ગોળ ગોળ જવાબ મળતા લેન્ડ રેકર્ડ અધિકારીને ધારાસભ્ય અને કલેક્ટર દ્વારા યોગ્ય અને સાચો જવાબ આપવા તાકીદ કરવામાં આવી હતી.
જામજોધપુરમાં તાલુકા પંચાયતમાં છેલ્લા પાંચ મહિનાથી એસ.ઓ.ની જગ્યા ખાલી હોય, આ સંબંધે રજૂઆત કરતા દસ દિવસમાં એસ.ઓ.ની પરમેનન્ટ પોસ્ટીંગ થઈ જશે એવી ટી.ડી.ઓ. દ્વારા ખાત્રી આપવામાં આવી હતી. જામજોધપુર-લાલપુરમાં ખરાબ રોડ-રસ્તા બાબતે તાત્કાલિક કામો શરૃ કરવા અને કસૂરવાર કોન્ટ્રાક્ટરો પર પગલાં લેવા રજૂઆતો કરી હતી.
જામજોધપુર તાલુકામાં તલાટી-કમ-મંત્રીઓની જગ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં ખાલી હોય, તાત્કાલિક નવા તલાટીની નિમણૂક આપવા બાબતે સૂચનો કર્યા. જામજોધપુર અને લાલપુર વિસ્તારના ક્યા ડેમમાં કેનાલની શું સુવિધા છે, ચેક ડેમ રીપેરીંગ બાબતની કેટલી કામગીરી કરેલ છે જે બાબતે યોગ્ય જવાબ ન મળતા કલેક્ટરે સંબંધીત અધિકારીને યોગ્ય જવાબ રજૂ કરવા સૂચના આપી હતી. જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં આડેધડ ટાવર પોલ ઊભા કરવા બાબતે વળતરની શું ગાઈડલાઈન છે જે બાબતે ચર્ચા કરવા જેટકોના જવાબદાર અધિકારી હાજર ન રહેતા અધિકારીને કલેક્ટરે નોટીસ પાઠવવા આદેશ કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag