Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલમાં ઈન્જેક્શનથી અપાય છે
નવી દિલ્હી તા. ર૪ઃ આ દિવસોમાં વૈજ્ઞાનિકો કોરોના વેક્સિનને લઈને સતત પ્રયાસો કરી રહ્યા છે. આ કડીમાં વૈજ્ઞાનિકો એવી કોરોના રસી બનાવી રહ્યા છે, જેને સરળતાથી પી શકાય છે. હાલમાં જે રસીઓ ઉપલબ્ધ છે તેમાં લોકોને ઈન્જેક્શન આપવા પડે છે, પરંતુ એવું માનવામાં આવે છે કે, આ નવી રસી ગેમ ચેન્જર સાબિત થશે. તે કેટલા સમયમાં માર્કેટમાં ઉપલબ્ધ થશે તેની કોઈ માહિતી મળી રહી નથી.
સંશોધકો એવા પરકારની રસીઓ શોધી રહ્યા છે જે આપણને માત્ર ગંભીર રોગથી જ નહીં, પરંતુ ચેપથી પણ વધુ સારી રીતે રક્ષણ આપે, પરંતુ પૈસા અને નવી વેક્સિન ટેકનોલોજી તેમના માર્ગમાં આવી શકે છે. તો કલ્પના કરો કે જો તમારે તમારી બાંયો ફેરવવાને બદલે કોરોનાની રસી પીવી પડે, તો તે કેટલું સરળ હશે. આગામી થોડા વર્ષોમાં પીવાલાયક રસી ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થશે.
સીએનઈટીના અહેવાલ મુજબ સંશોધકો હાલમાં મ્યુકોસલ રસી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જેમાં અનુનાસિક અથવા શ્વસન રસીનો સમાવેશ થાય છે. ક્યુવાયએનડીઆર 'સ્વિશ એન્ડ સ્વેલો' જેવી મૌખિક રસીઓનો પણ સમાવેશ થાય છે, જેણે તેના પ્રથમ તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ પૂૃણ કર્યા છે. હાલમાં ટ્રાયલ માટે અને બજારમા રસી લોન્ચ કરવા માટે પૈસાની જરૃર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag