Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઘુસાડાતી અંગ્રેજી શરાબની ૩૩૧ બોટલ સાથે એક ઝબ્બે

સપ્લાયર અને રિસીવરના નામ ખુલ્યા

.                                   .

.                                    .

જામનગર તા. ર૪ઃ જામનગર નજીકના ધૂંવાવ પાસે એક મોટરમાં જામનગરમાં ઘૂસાડાતા અંગ્રેજી શરાબની ૩૩૧ બોટલના જથ્થાને એલસીબીએ પકડી પાડ્યો છે. તે જથ્થા સાથે કચ્છના ભચાઉ ગામના શખ્સની અટકાયત કરી છે. તેણે રાપરના સપ્લાયર અને જામનગરના રિસિવરનું નામ આપ્યું છે. મચ્છરનગર પાસેથી ગઈરાત્રે એક શખ્સને એલસીબીએ ૧પ બોટલ શરાબ સાથે પકડી પાડ્યો છે.

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર આવેલા ધૂંવાવ ગામ પાસેથી આવી રહેલી એક મોટરમાં અંગ્રેજી શરાબનો જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે એલસીબીના સ્ટાફે વોચ ગોઠવી હતી.

તે દરમિયાન ધૂંવાવ પાસે હાઉસીંગ બોર્ડના મકાન પાસેથી પસાર થતી મોટરને રોકાવી એલસીબીએ તેની તલાસી લેતા મોટરમાંથી અંગ્રેજી શરાબની ૩૩૧ બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે કચ્છના ભચાઉ ગામના રહેવાસી નરેશ ભગવાનદાસ સાધુની અટકાયત કરવામાં આવી છે. અંદાજે રૃા. ૧,૩ર,૪૦૦ ની કિંમતનો શરાબનો જથ્થો, મોબાઈલ અને રૃા. ૩ લાખની મોટર મળી કુલ રૃા. ૪,૩૭,૪૦૦ નો મુદ્દામાલ કબજે કરાયો છે.

આ શખ્સની પ્રાથમિક પૂછપરછમાં તેણે આ જથ્થો કચ્છના રાપર ગામના સુરેશ કોળીએ મોકલાવ્યો હોવાની અને જામનગરના પાર્થ જાંબલી નામના શખ્સે મંગાવ્યો હોવાની કબુલાત કરી છે.

જામનગરના ગાંધીનગર નજીકના મચ્છરનગર પાસે ભરાતી શાકમાર્કેટ નજીકથી ગઈરાત્રે પસાર થતા રોહિત વિનોદભાઈ બાંભણીયા નામના શખ્સને એલસીબીના સ્ટાફે શરાબની ૧પ બોટલ સાથે પકડી પાડ્યો છે. આ શખ્સનો મોબાઈલ તથા વેંચાણ માટે રાખવામાં આવેલો શરાબનો જથ્થો તેમજ તેનું બાઈક મળી કુલ રૃા. ૪૧ હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે.

જામનગર નજીકના દરેડ જીઆઈડીસી ફેઝ-૩ પાસે આવેલા એપલ ગેઈટ નજીકથી ગઈરાત્રે પસાર થતા દિગ્વિજય પ્લોટની શેરી નં. ૪૯ માં રહેતા વિકાસ વાલજીભાઈ અમલ નામના શખ્સને પોલીસે રોકાવી તેની તલાસી લેતા આ શખ્સના કબજામાંથી અંગ્રેજી શરાબની એક બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે કરી વિમલની ધરપકડ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh