Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામમાં ઊંચી ટાંકી, પમ્પહાઉસ તથા સંપનું લોકાર્પણ

રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા

જામનગર તા. ર૪ઃ રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામમાં વાસ્મો પુરસ્કૃત આંતરિક પેયજળ યોજનાના વિવિધ વિકાસ કાર્યોનું  લોકાર્પણ કર્યું હતું. જેમાં રૃા. ૮પ.રર લાખના ખર્ચે નવનિર્માણ પામેલા ૧.પ૦ લાખ લીટર ક્ષમતા ધરાવતો સંપ, ૭પ,૦૦૦ લીટર ક્ષમતા ધરાવતી ઊંચી ટાંકી, ૧૪ કિ.મી. લાંબી આંતરિક વિતરણ પાઈપલાઈન, ગામના ૪૭૬ ઘરોમાં નળ જોડાણ અને પમ્પ હાઉસનો સમાવેશ થાય છે.

લોકાર્પણ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર-કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ 'સૌની યોજના'ના સમાવિષ્ટ લક્ષ્યાંકો પૂર્ણ કરી રહી છે. વર્ષ ર૦ર૪ પહેલા અત્યારે એટલે કે વર્ષ ર૦ર૩ માં જ જામનગર જિલ્લામાં સૌની યોજનાના લક્ષ્યાંકો પરિપૂૃણ થવાના આરે છે. જામનગર જિલ્લના ૧,૪ર,૦૮૪ ગ્રામ્ય ઘરોમાં 'નળ સે જળ' કાર્યક્રમ હેઠળ નળ જોડાણ પૂરા પાડવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુચારૃ શાસનમાં આપણી માતાઓને હવે પોતાના ઘરે પાણી મેળવવા માટે રાહ જોવાની જરૃર નથી પડતી.

કાર્યક્રમમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ખાંટભાઈ, નાયબ કાર્યપાલક ઈજનેર રાજ્યગુરુભાઈ, વાસ્મો જિલ્લા કો-ઓર્ડિનેટર દુષ્યંતસિંહ જાડેજા, વાસ્મો ટેકનિકલ આસિસ્ટન્ટ અલ્પેશભાઈ ખીરસરિયા, વાસ્મો આસિસ્ટન્ટ મેનેજર અમીબેન ગોંડલિયા, ગ્રામ સરપંચ કરસનભાઈ ચોવટિયા તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh