Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હી એમસીડી મેયર-ડેપ્યુટી મેયરની આજે ચૂંટણીઃ શપથવિધિ શરૃ

'આપ' દ્વારા શપથવિધિની પ્રક્રિયા સામે વિરોધ દર્શાવાયોઃ

નવી દિલ્હી તા. ર૪ઃ દિલ્હી એમ.સી.ડી.ના મેયર-ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ કમિટીની ચૂંટણીના પ્રારંભે જ 'આપ' અને ભાજપના કોર્પોરેટરોએ નારેબાજી શરૃ કરી હતી. છેલ્લા અહેવાલો મુજબ અગ્રતાક્રમે નિમાયેલા કોર્પોરેટરોએ શપથ લીધા પછી ચૂંટાયેલા કોર્પોરેટરોની શપથવિધિ થઈ રહી છે, અને કુતૂહલ સાથે અજંપો જોવા મળી રહ્યો છે.

એનસીડીમાં કાઉન્સિલરોને નોમિનેટ કરવાને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે દિલ્હીની મીની સરકારને આજે 'મેયર' મળી શકે છે. આજે મહાાનગરપાલિકાના કોર્પોરેટરોને શપથ લેવડાવવામાં આવશે. ત્યારપછી મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ કાઉન્સિલના સભ્યોની ચૂંટણી યોજાશે.

ગૃહની કાર્યવાહી શરૃ થયાની સાથે જ નામાંકિત કાઉન્સિલરોને શપથ લેવાના હતાં, પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આપ કાઉન્સિલર મુકેશ ગોયલે કહ્યું કે, ગૃહની કાર્યવાહી એજન્ડા મુજબ થઈ રહી નથી. મુકેશ ગોયલે ગત્ વખતે પણ વાંધો ઊઠાવ્યો હતો. નોમિનેટેડ કાઉન્સિલરોના શપથ ગ્રહણ દરમિયાન આપ કાઉન્સિલરોએ શેમ-શેમના નારા લગાવ્યા હતાં. ભારે હંગામા પછી ફરી એમસીડીમાં ગૃહની કાર્યવાહી શરૃ થઈ ગઈ હતી, અને અગ્રતાક્રમે નિમાયેલા એટલે કે નામાંકિત કોર્પોરેટરો પછી ચૂંટાયેલા કોર્પોરેટરો શપથ લઈ રહ્યા છે.

છેલ્લા અહેવાલો મુજબ સૌથી પહેલા નામાંકિત સભ્યોના શપથ લેવાની પ્રક્રિયા શરૃ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીએ તેનો વિરોધ કર્યો છે. તે જ સમયે એલ્ડરમેન અથવા નામાંકિત કાઉન્સિલરોએ ગૃહમાં શપથ લેવાનું શરૃ કર્યું છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બપોરે દોઢના સુમારે ર૦ વોર્ડના કાઉન્સિલરોને શપથ લેવડાવવામાં આવી છે.

શપથવિધિ પૂર્ણ થયા પછી હવે મેયરની ચૂંટણીની પ્રક્રિયા પણ શરૃ થશે. આ દરમિયાન ભાજપ અને આપના કોર્પોરેટરો વચ્ચે નારેબાજી પણ થઈ હતી.

દિલ્હીમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાય સમિતિના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા એમસીડીના સિવિક સેન્ટરમાં શરૃ થવા પામી છે. ૧૦ નામાંકિત સભ્યોને શપથ લેવડાવવામાં આવ્યા હતાં. આપના નેતાઓએ આ બાબતે વિરોધ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતાં. આ તરફ ભાજપના નેતાઓએ પણ જય શ્રીરામ અને ભારત માતાની જયના નારા લગાવ્યા હતાં. આ દરમિયાન ભાજપના સાંસદ હંસરાજ હંસે દાવો કર્યો હતો કે મેયર ભાજપનો જ હશે.

આપએ મેયર પદ માટે શૈલી ઓબેરોય અને ભાજપે રેખા ગુપ્તાને મેદાનમાં ઉતાર્યા છે. આવી સ્થિતિમાં પાટનગરને મહિલા મેયર મળશે તે નિશ્ચિત છે. એમસીડી ચૂંટણી પછી ગૃહની પ્રથમ બેઠક ૬ જાન્યુઆરીએ યોજાઈ હતી, પરંતુ હોબાળાને કારણે મેયરની ચૂંટણી થઈ શકી ન હતી. આજે ફરી એવી જ સ્થિતિ બની રહી હોય તેવું લાગી રહ્યું છે.

ડેપ્યુટી મેયર માટે આપ પાર્ટીના ઉમેદવાર આલે મોહમ્મદ ઈકબાલ અને ભાજપના ઉમેદવાર કમલ બાગડી છે. આલે મોહમ્મદ મટિયા મહેલથી ધારાસભ્ય શોએબ ઈકબાલનો પુત્ર છે. મેયરની ચૂંટણીમાં ર૭૩ સભ્યો મત આપશે. બહુમત માટે ૧૩૩ નો આંકડો જોઈએ. આપ પાસે ૧૩૪ કોર્પોરેટર છે. આ ઉપરાંત ૩ રાજ્યસભાના સાંસદ પણ છે. આ ચૂંટણીમાં રપ૦ કોર્પોરેટરોની સાથે ૧૦ સાંસદ (૭ લોકસભા સાંસદ અને ૩ રાજ્યસભાના સાંસદ), ૧૩ ધારાસભ્યો મત આપશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh