Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સતત બીજા દિવસે શેરોમાં વધારોઃ
મુંબઈ તા. ર૪ઃ આજે પણ શેરબજાર તેજી સાથે ખુલ્યું છે, અને સેન્સેક્સ તથા નિફ્ટીમાં બજારના પ્રારંભે જ ઉછાળો જોવા મળ્યો છે.
આજે શેરબજાર માટે સારી શરૃઆત થઈ છે. સતત બીજા દિવસે શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે સેન્સેક્સ ૧૮૦.પ૩ પોઈન્ટ વધીને ૬૧,૧રર.ર પર ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી ૬પ.૪૦ પોઈન્ટ વધીને ૧૮,૧૮૩.૯પ પર ખુલ્યો હતો, જ્યારે બેંક નિફ્ટી ૧૭૩.ર૦ પોઈન્ટ વધીને ૪ર,૯૯૪.૪પ પર ખુલ્યો હતો.
ગઈકાલે યુએસ બજારમાં સતત બીજા દિવસે ઉછાળો જોવા મળ્યો હતો. ટેસ્લા, નેટફ્લિક્સ, મેટા અને એપલમાં ર-૬ ટકા સુધીનો વધારો નોંધાયો હતો. આ ઉછાળા પાછળ છટણીનું કારણ જવાબદાર છે. આ ઉપરાંત યુરોપિયન બજારમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વાત કરીએ યુએસ બજારની તો હાલ ફૂગાવાના કારણે ત્યાં છટણીનો માહોલ ઊભો થયો છે. તાજેતરમાં જ સ્પોટીફાઈએ લગભગ ૬૦૦ જેટલા કર્મચારીઓની છટણી જાહેરાત કરી છે તો બીજી બાજુ ગુગલમાં પણ ૧.પ૦ લાખ કર્મચારીઓને દૂર કરવાનું સૂચન કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે.
નિફ્ટીમાં ટાટા મોટર્સ, ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એલએન્ડટી અને ઈન્ફોસીસ શેરમાં તેજી જોવા મળી હતી, જ્યારે એક્સિસ બેંક, ભારતી એરટેલ, બજાજ ઓટો, કોલ ઈન્ડિયા અને એચયુએલના શેરોમાં મંદી દેખાઈ હતી.
વૈશ્વિક બજારોમાંથી ભારતને સકારાત્મક સંકેતો મળી રહ્યા છે, તો બીજી તરફ એશિયન બજારોમાં જાપાન, ચીન, હોંગકોંગ, તાઈવાન, દક્ષિણ કોરિયા, મલેશિયા અને સિંગાપોરના શેરબજાર બંધ છે ત્યારે એશિયન બજારોમાં મિક્સ કારોબાર નોંધાયો છે. વોલ સ્ટ્રીટમાં તેજી પછી આજે એશિયન માર્કેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag