Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળિયા તા. ર૪ઃ મુખ્ય નિર્વાચીન અધિકારી, ગુજરાત રાજ્ય તરફથી મળેલ સૂચના મુજબ મતદારયાદીના પ્રમાણિકરણ હેતુ મુજબ દરેક મતદારના ચૂંટણીકાર્ડને તેના આધાર નંબર સાથે લિંકઅપ કરાવવા જરૃરી હોવાથી, જેને ધ્યાનમાં લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મત વિસ્તારના તમામ બુથ લેવલ ઓફિસર દ્વારા મતદારોના ઘરે-ઘરે જઈને સંબંધિત મતદારની સહમતી મેળવી તેમના આધાર નંબર ચૂંટણી કાર્ડ સાથે લિંકઅપ કરવા માટે લિંકઅપ કરવા માટે લિંકઅપ પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે. જે-તે સંબંધિત મતદાર જો તેમનું આધાર કાર્ડ તેમના ચૂંટણી કાર્ડ સાથે જાતે જ જો લિંકઅપ કરવા માગતા હોય તો તેમના સ્માર્ટફોન મારફત વોટર હેલ્પલાઈન એપ્લિકેશનની મદદથી કરી શકે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મત વિસ્તારના તમામ બી.એલ.ઓ. દ્વારા સંબંધિત મતદારોની મુલાકાત લઈ તેમના આધારકાર્ડ તેમના ચૂંટણીકાર્ડ સાથે લિંકઅપ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડની વિગતો જોડવા માટે મહિનાના પ્રથમ રવિવારે પોતાના મતદાન મથક પર બી.એલ.ઓ. હાજર હશે ત્યાં પણ મતદારો આધાર નંબર ચૂંટણી કાર્ડ સાથે લિંકઅપ કરાવી શકશે. મતદારોને તેમના આધાર નંબર ચૂંટણીકાર્ડ નંબર સાથે લિંકઅપ કરવા માટે બી.એલ.ઓ.શ્રીને જરૃરી સાથ-સહકાર આપવા માટે મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag