Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉચ્ચ અધિકારીઓના ફોન બંધ અથવા નો-રિપ્લાઈ થતા જનાક્રોશ વધુ પ્રજ્જવલિત થયો
ખંભાળીયા તા. ર૯ઃ રામનાથ સોસાયટીના એસ.એન.ડી.ટી. ધર્મબાગ વિસ્તારમાં બપોરે ૩ વાગ્યાથી રાત્રિ સુધી વીજળી ગુલ થતા આક્રોશિત રહીશોનું ટોળું વીજ કચેરીએ પહોંચ્યો હતો.
ખંભાળીયા શહેરમાં રામનાથ સોસાયટી વિસ્તારમાં આવેલી એસ.એન.ડી.ટી. સોસાયટી, ધર્મબાગ વિસ્તાર પીજીવીસીએલની અણ માનીતી હોય તેમ અહીં છાશવારે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ જવો, ટ્રાન્સફોર્મર બળી જવું, વીજ વાયરો તુટ્યાના બનાવો બને છે. અનેક વખત વીજતંત્રને રૃબરૃ લેખિત આપ્યા પછી પણ અહીં પુરતી ક્ષમતાના ટ્રાન્સફોર્મર ના નાખતા વારંવાર વોલ્ટેજ ડીમ થવાની સમસ્યા ઉભી થાય છે તો ગરમીમાં લોકો ભારે પરેશાન થઈ જાય છે.
ગઈકાલે પડેલા ભારે વરસાદમાં અહીંનું ટ્રાન્સફોર્મર બળી જતા બપોરે ત્રણ વાગ્યે વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો તે રાત્રિ સુધી પૂર્વવતના થતાં ૪૦-પ૦ લોકોનું ટોળું પીજીવીસીએલની કચેરી તથા ત્યાંથી સોસાયટીમાં પહોંચ્યું હતું તથા તેમની વેદના વ્યકત કરી હતી. મોટી સંખ્યામાં આક્રોશ વ્યકત થયો હતો.
ગઈકાલે શહેરની પોશ ગણાતી આ સોસાયટીમાં કલાકો સુધી વીજળી બંધ રહેતા પીજીવીસીએલના કાર્યપાલક તથા સુપ્રી. સુધી ફરિયાદો કરવા પ્રયાસો થયા હતા પણ તેમના ફોન કવરેજ બહાર અને નો રીપ્લાય થયા હતા તો રાત્રે ટ્રાન્સફોર્મર બદલવા તંત્રને કામગીરી કરવી પડી હતી. આ સોસાયટીનો વિકટ પ્રશ્ન હોય લોકોમાં ભારે રોષની લાગણી છવાઈ છે.
રાત્રે બાર વાગ્યે વીજ પુરવઠો પૂર્વવત
બપોરે ૩-૩૦ વાગ્યે વીજળી પડતા ગૂલ થયેલો સમગ્ર એસએનડીટી, સોસાયટીનો વીજ પુરવઠો છેક રાત્રે બાર વાગ્યે ચાલુ થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial