Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એચએસબીસી રિપોર્ટને ટાંકીને જણાવાઈ સંભાવનાઓઃ
નવી દિલ્હી તા. ર૯ઃ આગામી પ થી ૧૦ વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા ૭ ટ્રિલિયન ડોલરની થઈ જશે અને ભારત વૈશ્વિક વિકાસ એન્જિન બનવા ભણી આગળ વધી રહ્યું છે, તેવા ટનાટન રિપોર્ટ એચએસબીસીને ટાંકીને જાહેર થયો છે.
અહેવાલો મુજબ મોદી સરકાર ર૦રપ સુધીમાં દેશની અર્થવ્યવસ્થાને ૩ ટ્રિલિયન ડોલરથી વધારીને પ ટ્રિલિયન ડોલર કરવાના લક્ષ્ય પર કામ કરી રહી છે. વડાપ્રધાન મોદીએ તાજેતરમાં અમેરિકી સંસદને સંબોધિત કરતા કહ્યું હતુંકે, ટૂંક સમયમાં આપણે વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનીશું. હવે એચએસબીસી રિપોર્ટ પણ કહે છે કે ભારતમાં રોકાણ કરવાનો આ દાયકો છે. આગામી પાંચ-દસ વર્ષમાં ભારતીય અર્થતંત્ર ૭ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે.
બુધવારનો દિવસ પણ શેરબજાર માટે સારો રહ્યો. નવી ઊંચાઈને પ્રાપ્ત કરી હતી. સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ હાંસલ કરીને ૬૪ હજારને પાર કરી ગયો, જ્યારે નિફ્ટીએ પણ પહેલીવાર ૧૯ હજારનો આંકડો પાર કર્યો. એચએસબીસી અહેવાલ મુજબ મજબૂત આર્થિક વૃદ્ધિ, યુવા વસતિ, ઝડપી શહેરીકરણ અને મહત્વાકાંક્ષી મધ્યમ વર્ગના ઝડપી વૃદ્ધિને કારણે ભારત વૈશ્વિક અર્થતંત્રમાં ચમકવાનું ચાલુ રાખે છે. ભારતના સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમનો ઝડપી વિકાસ, ડિજિટાઈઝેશન, હાઈ-ટેક નિકાસ અને કોર્પોરેટ બેલેન્સ શીટ મજબૂતી જેવા નવા વિકાસના ડ્રાઈવરો ભારતીય અર્થતંત્રની વૃદ્ધિની સંભાવના અને રોકાણની સંભાવનાને વધારે છે.
મૂડી બજારના નિયમનકાર સેબીએ ટાટા ટેકનોલોજીસના પ્રારંભિક જાહેર ભરણાં (આઈપીઓ) ને મંજુરી આપી દીધી છે. ઉપરાંત ૩૧ માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં દેશની ચાલુ ખાતાની ખાધ ઓછી રહી છે. તે જ સમયે એચડીએફસી અને એચડીએફસી બેંકના વિલિનિકરણની સૂચિત તારીખ ૧ જુલાઈની નજીક આવી રહી છે. રોકાણકારોનું સેન્ટિમેન્ટ નોંધપાત્ર રીતે મજબૂત બન્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેજીનો ટ્રેન્ડ વધી રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન બ્રિટનનો એફટીએસઈ ૦.પપ, જર્મનીનો ડીએએક્સ ૦.૭૩, જાપાનનો નિક્કી ર.૦ર, અને હોંગકોંગનો હેંગસાંગ ૦.૧ર ટકા ચઢ્યો હતો જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ નીચે બંધ રહ્યો હતો.
ભારતમાં પાંચથી દસ વર્ષમાં રોકાણની તકો ઊભી થવી જોઈએ. મજબૂત સિદ્ધાંતો સાથે ભારત આગામી દાયકામાં વૈશ્વિક વિકાસનું એન્જિન બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, એટલે વર્લ્ડ ગ્રોથ એન્જિન બનવાની તૈયારીમાં છે.
રિપોર્ટ મુજબ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હાઈ-ટેક નિકાસ અને ગતિશીલ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ભારતીય અર્થવ્યવસ્થાના નવા ચાલક બનશે. ત્રણેય વ્યવસાય માટે અનુકૂળ વાતાવરણ સર્જી રહ્યા છે. જુની આર્થિક રચના ભારતીય અર્થતંત્રમાં ૮પ ટકા હિસ્સો ધરાવે છે. જો નવું ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જુનાને ઉત્થાન આપવામાં મદદ કરે છે. તો એક દાયકામાં ૭.પ ટકાનો વિકાસ દર હાંસલ કરી શકાય છે. દેશ અર્થવ્યવસ્થાનું કદ બમણું કરીને ૭ ટ્રિલિયન ડોલરના માર્ગે આગળ વધી રહ્યું છે.
સંસ્થાકીય સ્થાનિક અને વિદેશી રોકાણકારોની ખરીદી, દેશના સારા આર્થિક ડેટા અને કંપનીઓની આવક અને આવકમાં વધારો થવાને કારણે સ્થાનિક શેરબજાર રેકોર્ડ ઊંચાઈ પર છે. તાજેતરનું મૂલ્યાંકન એ છે કે બજારમાં વધુ તેજીની અપેક્ષા છે, તેની સાથે સાથે આ સંભાવનાઓને લઈને દેશના આર્થિક ક્ષેત્રોમાં પણ નવી આકાંક્ષાઓ સાથેની સકારાત્મક ચર્ચાઓ થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial