Advertisement
Author: નોબત સમાચાર

ઓખા-મદુરાઈ વચ્ચે સાપ્તાહિક ટ્રેન દોડશેઃ જતા-આવતા દ્વારકા અને જામનગરમાં થોભશે

વિશેષ ટ્રેન..... વિશેષ ભાડું...

રાજકોટ તા. ર૯ઃ મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે વિશેષ ભાડા પર ઓખા અને મદુરાઈ વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવશે, રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ ટ્રેન નંબર ૦૯પર૦/૦૯પ૧૯ ઓખા-મદુરાઈ વીકલી સ્પેશિયલ ટ્રેન (૪-૪ ટ્રીપ્સ) કરશે ટ્રેન નંબર ૦૯પર૦ ઓખા - મદુરાઈ સ્પેશિયલ સોમવારે રર-૦૦ કલાકે ઓખાથી ઉપડશે અને ગુરૃવારે ૧૧.૪પ કલાકે મદુરાઈ પહોંચશે. આ ટ્રેન ૧૦ મી જુલાઈથી ૩૧ મી જુલાઈ, ર૦ર૩ દરમિયાન દોડશે. વળતી દિશામાં ટ્રેન નંબર ૦૯પ૧૯ મદુરાઈ - ઓખા સ્પેશિયલ શુક્રવારે ૧-૧પ કલાકે મદુરાઈથી ઉપડશે અને રવિવારે ૧૦-ર૦ કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન ૧૪ મી જુલાઈથી ૪ મી ઓગષ્ટ, ર૦ર૩ દરમિયાન દોડશે.

આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૃચ, સુરત, નંદુરબાર, અમલનેર, જલગાંવ, ભુસાવલ, અકોલા, પૂર્ણા, એચ. સાહિબ નાંદેડ, નિઝામાબાદ, કાચેેગુડા, મહબૂબનગર, ડોન, ગોટી, રેનીગુંટા, કટપડી, વેલ્લોર કેન્ટોનમેન્ટ, તિરૃવન્નામલાઈ, વિલ્લુપુરમ, શ્રીરંગમ, તિરૃચિરાપલ્લી, મનાપ્પરાઈ, ડીડીગુલ, કોડાઈકેનાલ રોડ અને કુડાલનગર સ્ટેશને ઉભી રહેશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સેકન્ડ સ્લીપર અને જનરલ કોચ હશે તેમ સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝનની યાદીમાં જણાવેલ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh