Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુરુવંદના, ગુરુપૂજન, ગુરુપ્રસાદી, આરતી, ધ્વજારોહણ, શોભાયાત્રા સહિતના કાર્યક્રમોઃ
દ્વારકા તા. ર૯ઃ યાત્રાધામ દ્વારકામાં આગામી તા. ૩ જુલાઈ, ર૦ર૩ ને સોમવારના અષાઢ સુદ પૂનમ એટલે કે, પાવન પર્વ ગુરુપૂર્ણિમાની યાત્રાધામના વિવિધ ધર્મસ્થળોએ પારંપરિક રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
શારદામઠમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજના સાંનિધ્યમાં ગુરુવંદના , ધ્વજારોહણ સહિતના ધર્મકાર્યો યોજાશે. પ્રેમભિક્ષુથી મહારાજ પ્રેરિત અખંડ હરિનામ સંકીર્તન મંદિર (રામધૂન) માં સવારે ૧૦ થી ૧ર સુધી અભિષેક આરતી, બપોરે ૧ર-૩૦ કલાકે ગુરુપજન તથા ગુ.બ્રા. બ્રહ્મપુરી નં. ૧ માં ગુરુપ્રસાદી તેમજ સાંજે ૬-૩૦ કલાકે નગર સંકીર્તન (શોભાયાત્રા) જેવા ધર્મકાર્યો યોજાશે. નાગેશ્વર રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ આશ્રમમાં પણ ઘનશ્યામ મહારાજ તથા સંતોના સાનીધ્યમાં સવારે ૮ થી ૧ર વાગ્યા સુધી ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે. સન્યાસાશ્રમમાં પૂ. મુક્તાનંદજી બાપુના આશીર્વાદથી મહંત સુબોધાનંદજીના સાનિધ્યમાં બ્રહ્મલીન પૂ. નિત્યાનંદજી બાપુની ચરણ પાદુકાનું પૂજન અને યજ્ઞ સવારે ૧૦-૩૦ થી ૧૧-૩૦ સુધ તેમજ ૧ર વાગ્યાથી ભોજન પ્રસાદીનું આયોજન કરાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial