Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છ મહિનામાં ૨૦૯૦ કિલો છોલ ચોરાઈ ગયોઃ
જામનગર તા.૨૯: જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલા એક કારખાનામાંથી છેલ્લા છએક મહિનામાં ૨૦૯૦ કિલો પિત્તળ નો છોલ ચોરાઈ ગયાની કારખાનેદારે પોલીસમાં ફરિયાદ કરી છે. રૂપિયા સાડા નવેક લાખના છોલની ચોરી કરનાર તસ્કરના પોલીસે સગડ દબાવ્યા છે.
જામનગરના ઓશવાળ કોલોની વિસ્તારની શેરી નં.રમાં રહેતા અને શંકરટેકરી ઉદ્યોગ નગરમાં પ્લોટ નં.૪૧૭માં જલારામ મેટલ એલોઈઝ નામનું કારખાનુ ચલાવતા મેહુલભાઈ ધીરજલાલ જોબનપુત્રા નામના આસામીના કારખાનામાં ગઈ તા.૩૦ ડિસેમ્બરથી ગઈકાલ સુધીમાં ચોરી થઈ હતી.
ત્યાંના કારખાનામાંથી ઉપરોક્ત સમયગાળા દરમિયાન કોઈ શખ્સે ૨૦૯૦ કિલો વજનનો પિત્તળનો છોલ ચોરી કરી લીધો હતો. એક કિલો છોલના રૂ. ૪૬૦ લેખે ઉપરોક્ત છ મહિનામાં પોતાના કારખાનામાંથી રૂ. ૯ લાખ ૬૧ હજાર ૪૦૦ની કિંમતનો છોલ કોઈ અજાણ્યા શખ્સે ચોરી કર્યાની મેહુલભાઈએ સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે આઈપીસી ૩૮૦ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. તે કારખાના અને અન્ય સ્થળ પરના સીસીટીવી ફૂટેજ ચકાસી પોલીસે પિત્તળના છોલના ચોરની શોધ આરંંભી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial