Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર સહિત હાલમાં આઠ મનપા છે, જે હવે ૧૩ થશે
ગાંધીનગર તા. ર૯ઃ ગઈકાલે મળેલી ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં રાજયના વધુ પાંચ શહેરોને મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો મળતા રાજયમાં મનપાની સંખ્યા ૧૩ થશે, તેવા અહેવાલો વહેતા થયા છે.
રાજયના વધુ પાંચ શહેરને મ્યુનિસિપલ કોર્પોરેશન મળશે. રાજય સરકારની ગઈકાલે મળેલી કેબિનેટ બેઠકમાં લીલીઝંડી આપી હોવાના અહેવાલો વહેતા થયા છે. જો આમ થશે તો રાજયની વધુ પાંચ નગરપાલિકા અપગ્રેડ થઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવાઈ જશે. આ સાથે જ નવી પાંચ કોર્પોરેશન કાર્યરત થતા મનપાની કુલ સંખ્યા ૧૩ થશે.
સૂત્રોને ટાંકીને વહેતા થયેલા અહેવાલો મુજબ ગુજરાતમાં હાલ જામનગર સહિત ૮ મોટા શહેરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન છે ત્યારે વધુ પાંચ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર થાય તો નવી પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યરત થતાની સાથે જ રાજયમાં કુલ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંખ્યા ૧૩ થશે.
નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબી નગરપાલિકા અપગ્રેડ થઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવાઈ જશે. હાલ આ પાંચ શહેર નગરપાલિકા ધરાવે છે. ગઈકાલે મળેલી કેબિનેટ બેઠકમાં રાજય સરકારે લીલીઝંડી આપી હતી. છેલ્લે ર૦૧૦ માં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યરત થઈ હતી ત્યારે હવે ૧૩ વર્ષ બાદ નવી પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉમેરો થશે.
છેલ્લે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષ-ર૦૧૦ માં કાર્યરત થઈ હતી. રાજયમાં અત્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર અને જુનાગઢ શહેરોમાં ૮ મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યરત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial