Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી.એન. ખેર દ્વારા જાહેરનામુંઃ
જામનગર તા. ર૯ઃ જામનગર જિલ્લાની કલેક્ટર કચેરીના પરિસરમાં મામલતદાર કચેરી, પ્રાંત અધિકારીની કચેરી, જિલ્લા પુરવઠા કચેરી, સબ રજિસ્ટ્રાર કચેરી તથા સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટની કચેરી આવેલ છે. કલેક્ટર કચેરી જામનરમાં લોકો દ્વારા તેમના પ્રશ્નો બાબતે આંદોલન, ઉપવાસ તથા ધરણાં પરબેસવામાં આવે છે. જેથી ખૂબ જ મોટા સ્વરૃપે લોકોના ટોળા, રેલી અથવા સરઘસ દ્વારા કલેક્ટર કચેરીના પરિસરમાં મોટા અવાજે સૂત્રોચ્ચાર કરવામાં આવે છે, જેના કારણે કલેક્ટર કચેરી તથા ઉક્ત કચેરીઓની કામગીરી ખોરવાય છે તેમજ કામગીરી સબબ આવતા નાગરિકોને અગવડતા થાય છે. જેથી કલેક્ટર કચેરી તથા મહેસુલ સેવા સદનના પરિસરમાં આવેલ કચરીઓની કામગીરીમાં વિક્ષેપ ઊભા ન થાય, નાગરિકોને અગવડતા ન થાય તથા કાયદોઅને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે કલેક્ટર કચેરી તથા મહેસુલ સેવા સદનના પરિસરમાં ઉપવાસ, આંદોલન તથા ધરણાં કરવા પર નિયંત્રણો ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ જામનગર જિલ્લામાં આવેલ કલેક્ટર કચેરી તથા મહેસુલ સેવા સદનના પરિસરના ૧૦૦ મીટરના વિસ્તારમાં આંદોન, ઉપવાસ, ધરણાં પર બેસવા કે આવી કોઈ પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સહિતા-૧૮૬૦ (૪પ મા અધિનિયમ) ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા. રપ-૮-ર૦ર૩ સુધી અમલમાં રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial