Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓ દ્વારા એકબીજાને ઈદમુબારકઃ બેડી-જોડિયા-ભૂંગામાં પણ થઈ ઉજવણી
જામનગર શહેર તથા જિલ્લામાં મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) નિમિત્તે ઈદગાહ મસ્જિદોમાં સુન્ની-મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઈદની નમાઝ અદા કરીને એકબીજાને ઈદમુબારક પાઠવી ઈદની ઉજવણી કરી હતી. જામનગરમાં ઈદગાહ પર જુમ્મા મસ્જિદના પેશ ઈમામ મૌલાના સુલેમાન બરકાતી સાહેબએ ઈદની નમાઝ અદા કરાવી હતી. નમાઝ પૂર્વ તેમણે પ્રાસંગિક ઉદ્બોધન કરી એખલાસભર્યુ વાતાવરણ જાળવી રાખવા અનુરોધ કર્યો હતો. જામનગર શહેરની ઈદગાહ મસ્જિદ ઉપરાંત જુમ્મા મસ્જિદ, રતનબાઈ મસ્જિદ, ગોવાળ મસ્જિદ, કમાલશા મસ્જિદ, મતવા મસ્જિદમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. આ પ્રસંગે હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓ અલ્તાફભાઈ ખફી, વિરોધપક્ષના નેતા ધવલભાઈ નંદા, આનંદભાઈ રાઠોડ, પત્રકાર ઈનાયતખાન પઠાણ, કૈલાશ ગોહિલ, ફારૃકભાઈ રીંડાણી, હાજી યુસુફભાઈ પણાસરા, હાજી ઉમરભાઈ બંદૂકવારા, અબ્દુલ રસીદભાઈ લુસવારા (જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ), દિગુભા જાડેજા (કોંગ્રેસ શહેર પ્રમુખ), હાસમભાઈ મલેક, આરીફભાઈ બંદૂકવારા, સાજીદભાઈ બ્લોચ, મુન્નાભાઈ બાદશાહ, હાજી અનાભાઈ ખફી, સલીમભાઈ શેખ, હાજી રજાકભાઈ મીઠવાણી, શબ્બીરભાઈ સાટી, રઉફખાન પઠાણ, યાસ્મીનભાઈ શેખ, આસિફભાઈ સમા વિગેરેએ એકબીજાને ઈદમુબારક પાઠવ્યા હતાં. જ્યારે બેડી અને જોડિયા - ભૂંગામાં ઈદની ઉજવણી કરી હતી. મુંબઈથી ફોન દ્વારા ચિશ્તી પરિવારના ફૈઝાન ચિશ્તીએ હિન્દુ-મુસ્લિમોને ઈદમુબારક પાઠવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial