Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાઈટેન્શન વાયરને રથ અડી જતા જોરદાર કરંટ લાગ્યોઃ
અગરતલા તા. ર૯ઃ ત્રિપુરામાં જગન્નાથજીની રથયાત્રામાં દુર્ઘટના સર્જાઈ હતી, જેથી હાઈટેન્શન તાર સાથે રથ અડી જતાં ૭ ના મોત થયા હતાં, અને ૧પ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. ઘટનાના કારણે વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા હતાં.
ત્રિપુરામાં કરૃણ દુર્ઘટના બની છે. અહીંના કુમારઘાટમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ હતી. જ્યાં રસ્તામાં વીજળીના હાઈટેન્શન વાયર સાથે રથ અથડાઈ ગયો હતો. આ કારણે તેમાં કરંટ ફેલાયો અને આ અકસ્માતમાં ૭ લોકોના મોત થયા છે, જ્યારે ૧પ લોકો દાઝી ગયા છે. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પીડિતોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ હૃદયદ્રાવક ઘટના ગઈકાલે સાંજે લગભગ ૪-૩૦ વાગ્યે ઉનાકોટી જિલ્લાના કુમારઘાટમાં બની હતી. અહીં ભગવાન જગન્નાથનો 'ઉલટા રથયાત્રા' ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો. જેમાં ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ હતી. લોખંડના બનેલા વિશાળ રથને હજારો લોકો હાથ વડે ખેંચી રહ્યા હતાં. દરમિયાન લોખંડનો રથ માર્ગમાંથી બહાર આવતા હાઈટેન્શન વીજ વાયર સાથે અથડાયો હતો. રથમાં જોરદાર કરંટ ફેલાઈ ગયો અને લગભગ બે ડઝન લોકોને વીજ કરંટ લાગ્યા. કરંટ લાગવાથી ૬ લોકોના મોત થયા હતાં અને ૧પ લોકો દાઝી ગયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial