Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક સાથે બબ્બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત પર મેઘમહેરઃ બે જિલ્લમાં રેડ એલર્ટ
અમદાવાદ તા. ર૯ઃ ગુજરાતમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થતાં આગાહીઓ અપડેટ કરાઈ રહી છે, આજે પારડી-વલસાડમાં સર્વાધિક ૭ ઈંચ જેટલો વરસાદ થયો છે, જ્યારે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો હોવાના અહેવાલો છે.
ગુજરાતમાં મોન્સુન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે-બે સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતભરમાં મેઘમહેર જોવા મળી રહી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈ માછીમારોને પ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ર૪ કલાકમાં ગુજરાતના ૧૮૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં પારડી અને વલસાડમાં ૭ ઈંચ વરસાદ ખાબક્યો છે. આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે અમદાવાદમાં સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. શહેરના નરોડા, વિરાટનગર, કુબેરનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ જળબંબાકાર બની ગયા છે. અમદાવાદમાં વહેલી સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતાં. શહેરના વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ શરૃ થયો છે. સાબરમતી, ચાંદખેડા, જગતપુર, ગોતા, ન્યુ રાણીપ, રાણીપ, મોટેરા, નરોડા, નિકોલ, ઓઢવ, કુબેરનગર, સરદારનગર, મણિનગર, કાંકરિયા સહિતના વિસ્તારોમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના સરદારનગર, કોતરપુર, નરોડા સહિતના વિસ્તારોમાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ચાંદખેડા, સાબરમતી, મોટેરા વિસ્તારમાં અડધો ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આથી ઠેર ઠેર પાણી ભરાયા છે.
રાજ્યમાં આગાહીઓ વારંવાર અપડેટ થઈ રહી છે. અમદાવાદમાં હજી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સવારથી વરસાદ પડતાની સાથે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે. શહેરના મેઘાણીનગરમાં આવેલા ભાર્ગવ રોડ, ઓમનગર ક્રોસિંગ, કુબેરનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. આથી ધંધા-રોજગાર માટે નીકળેલા લોકો રસ્તામાં જ ફસાયા હતાં. તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. શાહીબાગમાં જહાંગીર વકીલ મિલની ચાલી સામે રસ્તાઓ પર પાણી ભરાયા છે.
આ ઉપરાંત ખેરગામ અને કામરેજમાં ૬ ઈંચ, પલસાણા, ધરમપુર, વાપીમાં સાડાપાંચ, ઉમરગામ, વાલોડમાં પાંચ અને કેશોદ, વિસાવદર, કુતિયાણા, કોડીનાર, માંડવી, તાપી અને વ્યારામાં ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં આજે ર જિલ્લા નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હોવાથી રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે ૩ જિલ્લા સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
ભારે વરસાદ અને પવનના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. માંડવી (કચ્છ), મુંદ્રા, કંડલા, નવલખી, જામનગર, સાલાયા, ઓખા, પોરબંદર અને દક્ષિણ ગુજરાતના ભરૃચ, દહેજ, મગદલ્લા, દમણના માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. અહીં પવનની ગતિ ૪૦-૪પ કિ.મી. પ્રતિકલાકની રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે વસલાડ, સુરત, ભરૃચ, તાપી, ડાંગ અને નવસારીમાં અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદની સંભાવના છે. આજે સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, મોરબી, દ્વારકા અને ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે કચ્છના પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત મહેસાણા અને અરવલ્લીમાં પણ વરસાદ થવાની સંભાવના છે.
શુક્રવારે સુરત, નવસારી, વલસાડ અને દમણ-દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ અરવલ્લી, સાબરકાંઠા,દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, ડાંગ, તાપી, ભરૃચમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
શનિવારે અને રવિવારે પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં નવસારી, વલસાડ, સુરત, ડાંગ અને દમણ-દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે. નવસારીમાં છેલ્લા ૩ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને લઈને વહીવટી તંત્ર પણ સજ્જ થઈ ગયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial