Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોર કમિટી, સલાહકાર સમિતિ, મુલાકાતી બોર્ડની બેઠકોમાં સૂચનોની આપ-લે થઈ
જિલ્લા જેલ જામનગરની મુલાકાત લઈ જેલના વિવિધ વિભાગોનું નિરીક્ષણ તથા સમીક્ષા સાથે જિલ્લા કલેક્ટર બી.એ. શાહે જેલ સલાહકાર સમિતિ, જેલ મુલાકાતી બોર્ડ તથા કોર કમિટીની બેઠક યોજી જરૃરી સૂચનો કર્યા હતાં. જિલ્લા કલેક્ટર બી.એ. શાહે ગઈકાલે જિલ્લા જેલ જામનગરની મુલાકાત લઈ જેલના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કરી જરૃરી સમીક્ષા કરી હતી. કલેક્ટરે જિલ્લા જેલમાં જેલ સલાહકાર સમિતિ, જેલ મુલાકાતી બોર્ડ તથા જેલ કોર કમિટીની બેઠક યોજી હાજર કેદીઓની વિગતોની ચકાસણી કરવાની સાથે જેલના રેકોર્ડની ચકાસણી અને તપાસણી કરી જેલ અધિક્ષક પી.ડી. હિહોરિયાને જરૃરી સૂચનો કર્યા હતાં તેમજ સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો અને સૂચનો સાંભળ્યા હતાં. જેલના નિરીક્ષણ દરમિયાન કલેક્ટરે કેદીઓને અપાતા ભોજનની વ્યવસ્થા, કાચા-પાકા કામના કેદીઓની સંખ્યા, મુલાકાતીઓની સંખ્યા, જિલ્લા જેલનું મહેકમ, મહિલા કેદીઓ તથા વિદેશી કેદીઓની વિગતો, ભાગેળુ તથા પાસા હેઠળના કેદીઓની માહિતી, કેદીઓના આરોગ્ય અંગેની સુવિધાઓ વગરે બાબતોની સમક્ષા કરી હતી તેમજ જેલના સીસીટીવી કંટ્રોલરૃમની મુલાકાત લઈ જરૃરી ચકાસણી કરી હતી. બેઠક અને જેલ નિરીક્ષણ દરમિયાન ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ સુભદાબેન બક્ષી, અધિક નિવાસી કલેક્ટર બી.એન. ખેર, પ્રાંત અધિકારી ડી.ડી. શાહ, નાયબ પોલીસ અધિક્ષક વાઘેલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મંડોત, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાયા સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial