Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ક્રિકેટ વર્લ્ડ કપઃ વડાપ્રધાન મોદી, ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન સહિતના ઉચ્ચ નેતાઓની ઉપસ્થિતિમાં
અમદાવાદ તા. ૧૮ઃ ભારત સહિત સમગ્ર વિદેશના ક્રિકેટ રસિકોની નજર આવતીકાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર ક્રિકેટ વર્લ્ડ કપ-ર૦ર૩ ના ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ખારાખરીના ફાઈનલ મેચ ઉપર મંડરાયેલી છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચને ભવ્યતા બક્ષવા પ૦૦ જેટલા ડાન્સરો રંગરારંગ કાર્યક્રમ રજૂ કરશે. સુપ્રસિદ્ધ સંગીતકાર પ્રિતમનું લાઈવ પરફોમન્સ રજૂ થશે. અને દેવા, કેસરિયા, લહેરા દો, જીતેંગા જીતેંગા જેવી કૃતિો રજૂ કરવામાં આવશે. મેચ દરમિયાન બીજા ડ્રન્સ બ્રેક દરમિયાન ભવ્ય લેસર શો ૯૦ સેકન્ડ માટે રજૂ થશે.
એર શોફાઈનલ મેચના પ્રારંભ પહેલા બપોરે ૧ર-૩૦ વાગ્યે ઈન્ડિયન એરફોર્સનો ૧૦ મિનિટનો એર શો યોજાશે. જેમાં આઈએએફની સૂર્ય કિરણ ટીમ સ્ટેડિયમ ઉપર હવાઈ કરતબ બતાવશે. પ્રથમ વખત ૯ હોક કલાબાજીનું પ્રદર્શન કરશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો ફાઈનલ મેચ નિહાળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. તેમની સાથે ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન પણ આવશે. આ ઉપરાંત કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, અન્ય કેન્દ્રિય મંત્રીઓ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો સહિતની સેલીબ્રીટીસ હાજર રહેશે.
ક્રિકેટ વિશ્વના ભારત તથા અન્ય દેશોના ખ્યાતનામ પૂર્વ ખેલાડીઓ પણ આવશે. ભારતના સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, કપિલ દેવ, સુનિલ ગાવસ્કર સહિતના લેજેન્ડ ક્રિકેટરો હાજર રહેશે. આ ઉપરાંત દેશ-વિદેશમાંથી મોટા ઉદ્યોગપતિઓ, આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડવાના છે. આ પરિસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રીએ સ્ટેડિયમ, સ્ટેડિયમ આસપાસના વિસ્તારો, અમદાવાદ એરપોર્ટ તથા તમામ માર્ગો પર લોખંડી સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કર્યું છે.
અમદાવાદના દસ હજાર પોલીસ જવાનો ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ, એનડીઆરએફ, આરએએફ,એસઆરપી સહિતની સુરક્ષા એજન્સીઓની ટૂકડીઓ તૈનાત કરવામાં આવી છે.
આ મેચમાં ભારતની જીત થાય તો રસ્તાઓ ઉપર વિજય સરઘસો નીકળે, ફટાકડા ફૂટે, આતશબાજી થાય તેવા સંજોગોમાં મેચ પૂર્ણ થયા પછી તમામ માર્ગો પર કડક બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સવાલાખ દર્શકોની ક્ષમતાવાળા સ્ટેડિયમમાં પ્રવેશ કરનાર દરેકનું કડક ચેકીંગ કરવામાં આવશે. વીઆઈપીઓને એરપોર્ટથી ખાસ કોન્વોય સાથે સ્ટેડિયમ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસનો વિશેષ કન્ટ્રોલ રૃમ કાર્યરત કરી દેવાયો છે તેમજ ડ્રોન અને એન્ટી ડ્રોન સિસ્ટમ લગાડી દેવામાં આવી છે.
અમદાવાદમાં મેચ નિહાળવા આવનાર દર્શકો માટે આવતીકાલે ૧ર બાર મિનિટે મેટ્રો દોડાવવામાં આવશે. સ્ટેડિયમ ફરતે ૧પ પાર્કિંગ પ્લોટ બનાવાયા છે. જેમાં કુલ ત્રેવીસ હજાર જેટલા વાહનો પાર્ક થઈ શકશે.
બુકી બજારમાં ભારત હોટ ફેવરીટ
ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલ મેચમાં ભારતીય ટીમનો વિજય બુકીઓ નિશ્ચિત માને છે. બુકી બજારમાં ભારતનો ભાવ ૪પ પૈસા છે, જો કે અગાઉના વિશ્વકપના ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના મેચોના આંકડામાં ઓસ્ટ્રેલિયાનો હાથ ઉપર રહ્યો છે, પણ આ વખતના વર્લ્ડ ક૫ તમામ દસ મેચ જીતી અજેય રહી ફાઈનલ સુધી પહોંચનાર ભારતીય ટીમના તમામ ખેલાડીઓ ફૂલ ફોર્મમાં હોવાથી મેચ અત્યંત રસાકસીપૂર્ણ બની રહેશે અને છેલ્લા દડા સુધી રોમાંચક્તા બની રહેશે તેમ જણાય છે.
ભારતીય ટીમમાં સ્પીનર રવિચન્દ્રન અશ્વિનનો પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ થાય તેવી શક્યતા છે, પણ હાલ ફોર્મમાં રહેલા સ્પીનર્સ રવિન્દ્ર અને કુલદીપ મેશી કોને પડતા મૂકવા તે પ્રશ્ન પણ છે, તો કદાચ ભારત ત્રણ સ્પીનર્સ સાથે મેદાનમાં ઉતરે તો પણ નવાઈ નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial