Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લાના તમામ વિસ્તારોમાં ૮ જાન્યુ. સુધી જાહેરનામુંઃ
જામનગર તા. ૧૮ઃ જામનગર જિલ્લામા આવેલા ઔદ્યોગિક એકમો, હાઈ-વે ઓથોરિટી દ્વારા તથા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડના કામોમાં તેમજ અન્ય બાંધકામના કામો માટે બહારથી કે અન્ય રાજ્યોમાંથી શ્રમિકો, મજૂર ઠેકેદાર, સપ્લાયર્સ અને કોન્ટ્રાક્ટરને બોલાવવામાં આવે છે. જિલ્લામાં મિલકત વિરૃદ્ધના ગુનહાઓની તપાસ કરતા જાણવા ળ્યું છે કે, મોટાભાગના કિસ્સામાં ગુજરાત રાજ્યની બહારથી આવેલા શ્રમિકો રોડ પર ખાડા ખોદવાના કામમાં અને ઔદ્યોગિક એકમોમાં મજૂરી કામ કરી રહેલા શ્રમિકો સ્થાનિક પરિસ્થિતિથી વાકેફ હોય છે. તેઓ ઘરફોડ ચોરી, લૂંટ તથા અન્ય મિલકત વિરૃદ્ધના ગુનાઓ આચરીને પરત પોતાના વતનમાં જતા રહે છે.
જેનાથી આવા ગુન્હાઓમાં આગળ કોઈ તપાસ થઈ શકતી નથી. તેથી જિલ્લામાં આવેલા તમામ ઔદ્યોગિક એકમો અને અન્ય જગ્યાઓએ પરપ્રાંતિય મજૂરો એટલે કે, ગુજરાત રાજ્ય બહારના લોકોને કામે રાખનારા મજૂર ઠેકેદાર, સપ્લાયર્સ અને કોન્ટ્રાક્ટર જ્યારે બહારના લોકોને કામે રાખે ત્યારે તેની માહિતી સંબંધિત જે તે પોલીસ સ્ટેશનમાં પૂરી પાડે તે માટેનું આ જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
ઉક્ત જાહેરનામામાં જણાવ્યા મુજબ જામનગર જિલ્લામાં કોઈપણ મજૂર ઠેકેદારો, સપ્લાયર્સ અને કોન્ટ્રાક્ટરો જ્યારે પરપ્રાંતિય શ્રમિકો અને બીજા જિલ્લાના લોકોને કામ માટે રાખે/રખાવે ત્યારે ફોર્મમાં જરૃરી વિગતો અને આધારો સાથે જે તે સંબંધિત પોલીસ સ્ટેશનને રૃબરૃમાં અથવા તો ટપાલ દ્વારા મોકલી આપવાના રહેશે.
આ જાહેરનામું સમગ્ર જિલ્લાના તમામ વિસ્તારોમાં આગામી તા. ૮-૧-ર૦ર૪ સુધી અમલમાં રહેશે. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમોનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ ના ૪પ મા અધિનિયમની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial