Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેશુદ્ધ હાલતમાં મળી આવેલા પ્રૌૈઢનું થયું મૃત્યુઃ
જામનગર તા. ૧૮ઃ કાલાવડના ખંઢેરા ગામની સીમમાંથી ગઈકાલે એક અજાણ્યા યુવાન ઝેરી દવા પી લીધા પછી મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૃ કરી છે. જ્યારે સવા મહિના પહેલા ખંઢેરા ગામ પાસેથી બેશુદ્ધ હાલતમાં મળી આવેલા અજાણ્યા પ્રૌઢનું સારવારમાં મૃત્યુ થયું છે.
કાલાવડ તાલુકાના ખંઢેરા ગામ પાસેથી ગઈ તા.૫ ઓક્ટોબરની રાત્રે અંદાજે પચ્ચાસેક વર્ષની વયના લાગતા એક પ્રૌઢ બેભાન જેવી હાલતમાં મળી આવ્યા હતા. તેમને જોયા પછી કોઈ વ્યક્તિએ પોલીસ તથા ૧૦૮ને જાણ કરી હતી. આ પ્રૌઢને એમ્બ્યુલન્સમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનંુ મૃત્યુ નિપજ્યું હતંુ. મૃતદેહનો કાલાવડ ગ્રામ્ય પોલીસે કબજો સંભાળી તેના વાલીવારસની શોધ હાથ ધરી છે.
ઉપરોક્ત તસ્વીરમાં દેખાતા મૃતક ગોળ ગળાનું ટૂંકી બાયનું મહેંદી કલરનું ટી-શર્ટ અને મોરપીંછ કલરનું પેન્ટ ધારણ કરેલા હતા. તેઓના જમણા હાથમાં કોણીથી નીચે હિન્દી ભાષામાં શ્રીરામ લખાવેલું છે. મૃતક અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ ૦૨૮૯૪ ૨૨૩૫૩૩ અથવા મોબાઈલ ૮૮૬૬૭ ૮૭૮૩૫નો સંપર્ક કરવો.
બીજી તસ્વીરમાં દેખાતા ત્રીસેક વર્ષના એક અજાણ્યા યુવાન પણ ગઈકાલે સાંજે મૃત્યુ પામેલી હાલતમાં કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની સીમમાં રસીલાબેન વીરાણીના ખેતર પાસેથી મળી આવ્યા છે. કરશનભાઈ અરજણભાઈ ટમારીયાએ પોલીસને જાણ કરી હતી. દોડી આવેલા કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળ્યો છે. મૃતકના શરીર પરથી ઝેરી દવાની વાસ આવી રહી હતી અને નજીકમાં જ ખેતરમાં પાકમાં છાંટવાની દવાનું ખાલી ડબલુ પણ પોલીસને સાંપડ્યું છે. મૃતકના મ્હોંમાંથી ફીણ નીકળી ગયેલા જોવા મળી રહ્યા છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેઓના વાલીવારસની શોધ આરંભી છે. આ મૃતકના શરીર પર લાલ શર્ટ અને કાળુ પેન્ટ ધારણ કરેલું છે, જમણા હાથના પહોંચા પર અંગ્રેજીમાં ડીજે શબ્દ ત્રોફાવેલો છે. મૃતક અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ ૦૨૮૯૪ ૨૨૩૫૩૩ અથવા મોબાઈલ ૬૩૫૩૧ ૬૯૦૨૩નો સંપર્ક સાધવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial