Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૮ઃ જામનગરના રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા લોહાણા જ્ઞાતિના બાળકો તથા બહેનો માટે નવરાત્રિના આગમનને વધાવવા રમશે રઘુવંશી રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપ શહેરના ઉપાધ્યક્ષ એડવોકેટે હેમલભાઈ ચોટાઈ, ગોવા શીપ યાર્ડના ડાયરેકટર હસમુખભાઈ હિન્ડોચા, ઉદ્યોગપતિ કેતનભાઈ બદીયાણી યોગેશભાઈ લાખાણી દિપકભાઈ લુક્કા, હિતેશભાઈ અમલાણી, રઘુવંશી સોશ્યલ ગ્રુપના પ્રમુખ યોગેશભાઈ, દર્શનભાઈ ઠકકર, નોટરી ચાંદનીબેન પોપટ, ભૂમિબેન કોટેચા, ઉપપ્રમુખ અતુલભાઈ રાયઠઠ્ઠા, મંત્રી ખ્યાતિબેન ચોલેરા, પ્રોજેકટ ચેરપર્સન અલકાબેન નથવાણી, ડો. રક્ષાબેન દાવડા, અલ્કાબેન વિઠ્ઠલાણી, આકાશભાઈ રાયઠઠ્ઠા, જીમીતભાઈ દતાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
૮ થી ૧પ વર્ષના ગ્રુપમાં પંચિયા રાસમાં પ્રથમ વ્રજ દાવડા બીજા ક્રમે ક્રિશ ગોકાણી, ત્રીજા ક્રમે મહેક દતાણી, તાલી રાસમાં પ્રથમ ક્રમે દયાના ખંગ્રામ બીજા ક્રમે આયુષી ચંદારાણા, ત્રીજા ક્રમે વંશ ગણાત્રા, ફ્રી સ્ટાઈલમાં પ્રથમ ક્રમે સમૃદ્ધિ આશાણી બીજા આયુષ ગણાત્રા અને વેલડ્રેસમાં નમન પાબારી વિજેતા થયા હતાં. ૧પ થી ૩૦ વર્ષની બહેનોમાં પંચિયા રાસમાં પ્રથમ દિયાબેન પંડિત બીજા ક્રમે શ્વેતાબેન વસાણી, ત્રીજા ક્રમે ધારાબેન રાચ્છ તાલીરાસમાં પ્રથમ ક્રમે અપેક્ષાબેન ચંદારાણા, બીજા ક્રમે માર્ગીબેન મશરૃ, ફ્રીસ્ટાઈલમાં પ્રથમ વૃતિબેન પાબારી, બીજા ક્રમે બ્રિન્દાબેન વસાણી, ત્રીજા ક્રમે નિધિબેન કટારીયા અને ગ્રુપમાં વેલ ડ્રેસમાં આયુષીબેન સીમરીયા વિજેતા થયા હતાં.
અન્ય ગ્રુપમાં ૩૧ વર્ષથી ઉપરના બહેનોમાં પંચિયા રાસમાં પ્રથમ દિવ્યાબેન નથવાણી બીજા ક્રમે તમનાબેન ભાયાણી, ત્રીજા ક્રમે પૂજાબેન પોપટ તાલી રાસમાં પ્રથમ ક્રમે પ્રીન્સીબેન લાલ, બીજા ક્રમે હેતલબેન રાયઠઠ્ઠા ત્રીજા ક્રમે રૃપલબેન દતાણી ફ્રી સ્ટાઈલમાં પ્રથમ ખુશીબેન કથરાની બીજા ક્રમે વૈશાલીબેન બરછા ત્રીજા ક્રમે રૃપલબેન રાયઠઠ્ઠા વિજેતા થયા હતાં. જેમાં ૭ વર્ષ સુધીના બાળકો માટેની વેલડ્રેસ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પ્રથમ પીઆ સવજાણી અને બીજા ક્રમે હૈયુ મોદી વિજેતા થયા હતાં. નિર્ણાયક તરીકે મિતલબેન સોની તથા યશભાઈ પટેલે સેવા આપી હતી. આ કાર્યક્રમને માટે જીજ્ઞેશ સીમરીયા, રમેશભાઈ ખાખરીયા, નિલેશ જીવરાજાણી, જયેશ ગોકાણી, આશિત કોટક, હાર્દિક લુક્કા, ચિંતન ચંદારાણા, હસમુખભાઈ મજીઠીયા, મધુબેન કારીયા, રીતેશ દાવડા, સામાણી, નયનેશ, હિતેશ ધોકાઈ, વિશ્વાસ ઠકકર, જાહન્વીબેન મશરૃ, દિપ્તીબેન રાયઠઠ્ઠા, અમીબેન જીવરાજાણી વિગેરેએ જહેમત ઉઠાવી હતી. સંચાલન નલીનભાઈ રાજાણી અને રિદ્ધિબેન લુક્કાએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial