Advertisement
Author: નોબત સમાચાર

બંગાળની ખાડીમાં સર્જાયું ચક્રવાતી તોફાન 'મિધિલી'

૮૦ કિ.મી. પ્રતિકલાકની ઝડપે ફૂંકાશે પવનઃ

નવી દિલ્હી તા. ૧૮ઃ બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન ઊભું થયું. ૮૦ કિ.મી. પ્રતિકલાકની મહત્તમ ઝડપ સાથે, તે બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચતા પહેલા સુંદરવનમાંથી પસાર થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે એક બુલેટિનમાં આ માહિતી આપી છે.

બેલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, ચક્રવાતી તોફાન 'મિધિલી' ૧૮ નવેમ્બરે બાંગ્લાદેશના તટને પાર કરી શકે છે. રાષ્ટ્રીય હવામાન એજન્સી અનુસાર બંગાળની ખાડી પરનો વિસ્તાર સવારે પ-૩૦ વાગ્યે પારાદીપ (ઓડિશા) થી લગભગ ૧૯૦ કિ.મી. પૂર્વમાં, દિધા (પશ્ચિમ બંગાળ) થી ર૦૦ કિ.મી. દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને ખેપડા (બાંગ્લાદેશ) થી રર૦ કિ.મી. દિક્ષિણ-પશ્ચિમમાં કેન્દ્રિત હશે.

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે, 'ચક્રવાત મિધિલી ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને ૧૮ નવેમ્બરની સવારે ૬૦ થી ૮૦ કિ.મીન. પ્રતિકલાકની ઝડપે પવન સાથે ખેપડા નજીક બાંગ્લાદેશના દરિયાકાંઠાને પાર કરી શકે છે.'આ વાવાઝોડાએ માલદીવ દ્રા 'મિધિલી' આપવામાં આવ્યું છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ચક્રવાતથી પ્રભાવિત દેશો એક પછી એક ક્રમમાં ચક્રવાતના નામ આપે છે.

ઓડિશા પર ચક્રવાત નિધિલીની કોઈ મોટી અસર થવાની શક્યતા ઓછી છે. કારણ કે તે રાજ્યના દરિયાકાંઠાથી ૧પ૦ કિ.મી. ઉપરથી પસાર થશે, જો કે આઈએમડી વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે કહ્યું કે શુક્રવારે કેન્દ્રપારા અને જગતસિંહપુર જેવા કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે.

ઓડિશાના વિશેષ રાહત કમિશનરએ ચક્રવાતને ધ્યાનમાં રાખીને તમામ જિલા અધિકારીઓને સતર્ક રહેવા જણાવ્યું છે. એસઆરસી સત્યવ્રત સાહુએ કહ્યું, 'અમે કોઈપણ પ્રકારની બેદરકારી રાખવા માંગતા નથી અને તેથી સિસ્ટમને એલર્ટ પર રાખવામાં આવી છે.'

પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓ જેમ કે ઉત્તર અને દક્ષિણ ર૪ પરગણા, હાવડા, પૂર્વ મેદિનીપુર અને કોલકાતામાં શુક્રવારે ર૪ કલાકના સમયગાળામાં ર૦ થી ૧૧૦ મી.મી. વરસાદ થવાની સંભાવના છે. આ સિઝનમાં બીજી વખત ડીપ પ્રેશર એરિયા સર્જાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh