Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની મુલાકાતે
જામનગર તા. ૧૮ઃ તાજેતરમાં સાઉથ કોરિયાના પ્રતિનિધિ ડાયરેક્ટર જનરલ ચેંગ લી (ડીજી), અને સંદિપ જેયસ્વાલે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની મુલાકાત લીધી અને ચેમ્બરના હોદ્દેદારો અને ઉદ્યોગકારો સાથે બેઠક કરી હતી. બેઠકની શરૃઆતમાં ચેમ્બરના માનદ્મંત્રી અક્ષતભાઈ વ્યાસે ચેમ્બરનો ટૂંકમાં પરિચય આપેલ હતો. ત્યારપછી ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું અને વેપાર ઉદ્યોગ અંગે ચર્ચા-વિચારણા કરી હતી. સાઉથ કોરિયાથી કઈ પ્રકારની મશીનરી આયાત કરી શકાય જેનાથી જામનગરના બ્રાસ પ્રોડક્ટ તથા અન્ય પ્રોડક્ટનું ઉત્પાદન કરી શકાય. તેમણે જામનગરમાં મુખ્યત્વે બધી બ્રાસ પ્રોડક્ટ પેનથી લઈ પ્લેન સુધીના પાર્ટસનો ઉત્પાદન થાય છે. જેથી કરી કઈ પ્રોડક્ટની ડિમાન્ડ સાઉથ કોરિયામાં છે જે આપણે નિકાસ કરી શકાય તે અંગે ચર્ચા કરી હતી. આમ જામનગર અને સાઉથ કોરિયા વચ્ચે વેપાર વધે તેવી સંભાવના વર્તાઈ રહી છે, અને સાથોસાથ રોકાણ માટેની તૈયારી બતાવી હતી.
આ કાર્યક્રમમાં પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ રમણિકભાઈ અકબરી, માનદ્મંત્રી અક્ષતભાઈ વ્યાસ, માનદ્ સહમંત્રી કૃણાલભાઈ શેઠ, માનદ્ ખજાનચી અજેશભાઈ પટેલ, માનદ્ ઓડિટર તુષારભાઈ રામાણી તથા કારોબારી સભ્ય સુરેશભાઈ હિરપરા, કેયૂરભાઈ ખટ્ટર, અજયભાઈ બકરાણિયા તેમજ ઉદ્યોગપતિ રાજેશભાઈ ચાંગાણી, યશભાઈ ગોહિલ તથા ક્લિયરીંગ ફોરવર્ડિંગ એજેન્ટ ધવલભાઈ ગાંધીએ જામનગર-સાઉથ કોરિયા વચ્ચે બિઝનેસ વધારવા ચર્ચા-વિચારણાઓ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial