Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાલાવડમાં ટ્રેક્ટરના પંખા પરથી સરકી પડેલા યુવાન પર કાળનો પંજોઃ
જામનગર તા. ૧૮ઃ લાલપુરના પડાણામાં ગઈકાલે સામાન ભરવા આવેલા એક ટ્રકનો ક્લિનર ટ્રક લોડ થયા પછી ઓફિસમાંથી બીલ્ટી લઈને ટ્રકમાં ચઢી રહ્યો હતો ત્યારે ટ્રકચાલકે ઉતાવળમાં ટ્રક હંકારતા ક્લિનરની નીચે ચગદાઈ ગયો છે. ટ્રકના ચાલક સામે પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જ્યારે કાલાવડમાં ટ્રેક્ટરના પંખા પર બેસીને જઈ રહેલા એક યુવાન પટકાઈ પડ્યા પછી મોતની ગોદમાં સરી ગયા છે. પોલીસે બંને બનાવની તપાસ શરૃ કરી છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા પડાણા ગામ નજીક ના ટ્રકના પાર્કિંગમાં ગઈકાલે રાત્રે જીજે-૩-બીવી ૬૨૨૫ નંબરના ટ્રક હેઠળ તે ટ્રકનો જ ક્લિનર ચગદાઈ ગયો હતો. અલફાઝ નામના આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવ અંગે મેઘપર પોલીસ સ્ટેશનમાં કરાયેલી ફરિયાદમાં જણાવાયા મુજબ ઉપરોક્ત ટ્રક લઈને તેનો ચાલક રાજેન્દ્ર ડાભી ગઈકાલે સામાન ભરવા માટે આવ્યો હતો. તે પછી ટ્રક લોડ થઈ જતાં તેની બીલ્ટી (કાગળો) લેવા માટે ક્લિનર અલફાઝ ગયો હતો. જ્યાં તેને સામાનના કાગળો સોંપાતા ટ્રક તરફ આવી તે યુવાન ટ્રકમાં ચઢવાનો પ્રયાસ કરતો હતો ત્યારે જ ટ્રકચાલક રાજેન્દ્રે ટ્રક હંકારી મુકતા પગ લપસી જવાથી અલફાઝ ટ્રકના આગળના ટાયર હેઠળ આવી ગયો હતો. આ યુવાનને માથામાં ગંભીર ઈજા થતાં તેનું મૃત્યુ થયું છે. પોલીસે ટ્રકના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
કાલાવડ શહેરના કુંભનાથ પરામાં વસવાટ કરતા પ્રિયંકભાઈ ભરતભાઈ સંઘાણી નામના પચ્ચીસ વર્ષના પટેલ યુવાન ગઈકાલે સાંજે એક ટ્રેક્ટરમાં ધોરાજી રોડ પર સાઈનીંગ સ્ટાર સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યા હતા.
આ વેળાએ ટ્રેક્ટરના પંખા પર બેસેલા પ્રિયંકભાઈ કોઈ રીતે સરકી પડતા રોડ પર પછડાયા હતા. ગંભીર ઈજા પામેલા આ યુવાનને સારવાર માટે કાલાવડના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નિપજ્યું છે. મિતુલભાઈ ધીરૃભાઈ સંઘાણીએ પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial