Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત એનસીસી ડાયરેક્ટરેટ દ્વારા નૌકાયન અભિયાનઃ
જામનગર તા. ૧૮ઃ ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ એનસીસી ડાયરેક્ટરેટના એડીશ્નલ ડાયરેક્ટર જનરલ, મેજર જનરલ રમેશ શનમુગમના નિર્દેશન અનુસાર જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર દ્વારા ગાંધીધામના ટપર ડેમમાં "સરોવર મંથન-૦ર" નૌકાયન અભિયાન મોસ્ટ એન્ટરપ્રાઈસીંગ નેવલ યુનિટ (મેનુ) ના ભાગરૃપે આયોજીત કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો ઉદ્દેશ્ય એનસીસી કેડેટ્સમાં નેતૃત્વના ગુણો વિકસાવવાનો, સાહસ, અનુશાસન તેમજ ભારતીય નૌસેનાની તાલીમની રસપ્રદ ઝલકનો અનુભવ પ્રદાન કરવાનો હતો.
૦પ-નવેમ્બર-ર૦ર૩ થી શરૃ થયેલા આ નૌકાયન અભિયાનનું સમાપન (ફલેગ ઈન) ૧પ નવેમ્બર-ર૦ર૩, બુધવારના કરવામાં આવ્યું હતું. ગુજરાત ડાયરેક્ટરેટ અંતર્ગત આયોજીત આ અભિયાનમાં જામનગર એનસીસી ગ્રુપના બે ઓફિસર્સ, બાર પરમેનેન્ટ ઈન્સ્ટ્રક્ટર્સ અને પંચોતેર એનસીસી કેડેટ્સ સામેલ હતાં. પાંચ ગુજરાત નેવલ યુનિટ એનસીસી, ભૂજ દ્વારા સંચાલિત આ અભિયાન ૧પ નવેમ્બર-ર૦ર૩ ના રોજ જામનગર એનસીસી ગ્રુપના, ગ્રુપ કમાન્ડર કર્નલ એચ.કે. સિંઘ દ્વારા ફલેગ ઈન કરાવવામાં આવ્યું હતું.
આ ટીમે અભિયાન અંતર્ગત અંદાજીત ર૧૦ કિ.મી. જેટલું અંતર કાપ્યું હતું. આ સાહસિક અભિયાન દરમિયાન કેડેટ્સ દ્વારા સ્વચ્છતા અભિયાન, બેટી બચાઓ, બેટી પઢાઓ વિષયક નુક્કડ નાટક, વીર બાલક સ્મારક તથા સ્થાનિક વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત તેમજ સ્વાસ્થ્ય જાગૃતિનો સંદેશ, પ્લાસ્ટિકના ઉપયોગનું નિવારણ વિગેરે પ્રવૃત્તિઓ સાંકળી લેવામાં આવી હતી. સ્પર્ધામાં વિજેતા કેડેટ્સને પારિતોષિકોથી નવાજવામાં આવ્યા હતાં. એનસીસી દ્વારા આ અભિયાન થકી દેશના યુવાધનમાં સમર્પણ અને સાહસના ગુણો ઉજાગર કરવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial