Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર
ગાંધીનગર તા. ૧૮ઃ ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે નૂતનવર્ષે વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એક જ સર્વે નંબર ધરાવતા તેમના ખેતરમાં હયાત વીજકનેક્શન ઉપરાંત વધુ એક વીજ જોડાણ આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે.
ઊર્જામંત્રીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં અનેકવિધ નિર્ણયો કર્યા છે અને જ્યારે જ્યારે જરૃર પડી ત્યારે સરકાર હરહંમેશ ખેડૂતોના પડખે ઊભી રહી છે. વરસાદી પાણી (સરફેસ વોટર) નો ઉપયોગ કરનારને ઊર્જા વિભાગ દ્વારા ખેડૂતના ખેતરમાં વધુ એક વીજ જોડાણ આપવાના નિર્ણયના પરિણામે ખેડૂતોના પાક ઉત્પાદન વધશે અને આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનશે. ખેડૂતો દ્વારા ઊર્જા મંત્રીને સરફેસ વોટર વધારવા ઈચ્છતા ખેડૂતોને હયાત વીજ કનેક્શન સિવાય વુધ એક કનેક્શન આપવા રજૂઆત કરી હતી તેને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે.
ઊર્જામંત્રીએ ઉમેર્યું કે, આ નિર્ણયને લીધે ખેડૂતો કેનાલ, તળાવો, નદી, ખાડી, ડેમ, ચેકડેમ, સુજલામ્ સુફલામ્ અંતર્ગત ભરાતા તળાવો ખેત તલાવડી, તેમજ અન્ય વરસાદી સ્ત્રોતો માધ્યમથી સિંચાઈ કરવા હેતુસર ખેડૂતોને વધુ એક વીજ જોડાણ મળશે. જેના પરિણામે ભૂગર્ભ જળનો મોટાપાયે બચાવ થશે અને સાથે સો ખેડૂતોને પણ વીજ બીલમાં બચાવ થશે. એટલું જ નહીં, કાર્બન ઉત્સર્જનમાં મોટાપાયે ઘટાડો નોંધાશે તેમજ રાજ્યની આવકમાં પણ ફાયદો થશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ નિર્ણયને રાજ્યના ખેડૂતોએ ઉત્સાહપૂર્વક વધાવી લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial