Advertisement
Author: નોબત સમાચાર

રોટરી ક્લબ દ્વારા "આસ્થા" દિવ્યાંગ રાસોત્સવ

ધારાસભ્ય-મેયરશ્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં

જામનગર તા. ૧૮ઃ તાજેતરમાં નવરાત્રિ બાય-બાય અનુરૃપ જામનગરમાં વસતા તમામ દિવ્યાંગ બાળકો અને રોટરી ક્લબ ઓફ જામનગર અનુદાનિત અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર દ્વારા સંચાલિત રોટરી "આસ્થા" ડે કેર સેન્ટરના મનોદિવ્યાંગ બાળકો તથા અંધજન તાલીમ કેન્દ્રના દિવ્યાંગ બાળકો અને નગરના દિવ્યાંગ એ "આસ્થા દિવ્યાંગ રાસોત્સવ-ર૦ર૩" માં માતા અંબાની આરાધના પોતાના આગવા ગરબા દ્વારા અભિવ્યક્ત કરેલ. જેમાં નગરના ૧પ૦ થી વધુ દિવ્યાંગજનોની સાથે રોટરી આસ્થા ડે-કેર સેન્ટરના બાળકોએ વિવિધ રાસની કૃતિઓ અને અંધજન તાલીમ કેન્દ્રના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ ગીત-સંગીતથી "રોટરી ક્લબ ઓફ જામનગર તથા રોટરેક્ટ ક્લબ અને માહેશ્વરી યુવા સંગઠનના સભ્યો સાથે જોડાઈ આસ્થા" દિવ્યાંગ રાસોત્સવ ર૦ર૩ ઉજવ્યો હતો.

આ રાસોત્સવમાં ધારાસભય દિવ્યેશ અકબરી મેયર વિનોદ ખીમસૂરિયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, ભાજપ શહેર પ્રમુખ ડો. વિમલ કગથરા, દંડક કેતન નાખવા ગોપાલભાઈ સોરઠીયા, અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રના પ્રમુખ ચંદુભાઈ શાહ તથા સંચાલક પ્રકાશભાઈ મંકોડી ઉપસ્થિત રહ્યાં હતાં.

માહેશ્વરી સમાજના રોટેરિયન દિપક બાલદી, સત્યનારાયણ જાવર, રાજેન્દ્ર કાબરા તથા મિલનભાઈ શાહ અને અતુલભાઈ પટેલના વિશેષ સહયોગ સાથે કાર્યક્રમને સફળ બનાવા રોટેરિયન પ્રેસિડેન્ટ બ્રિજેશ ઝવેરી, સેક્રેટરી રાજેન્દ્ર કાબરા, શરદ શેઠ, ડો. રૃપેન દોઢિયા, કપિલ નાગોરી, ભાવિન પટેલ, ઋષભ શાહ, નિશિત શાહ, કૃણાલ શેઠ તથા અન્ય રોટરી ક્લબના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર રાસોત્સવનું સંચાલન લલીત જોશીએ દિવ્યાંગ બાળકો સાથે કર્યુ હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh