Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અજાણી રીક્વેસ્ટ ન સ્વીકારવા અને હેરાનગતિથી બચવા પોલીસનો સંપર્ક કરવા અનુરોધઃ
જામનગર તા. ૧૮ઃ દ્વારકા જિલ્લાની એક યુવતીને સ્નેપચેટ નામના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પરિચયમાં આવેલા એક શખ્સે બ્લેકમેઈલીંગ શરૃ કર્યું હતું જેની ફરિયાદ થયા પછી સાયબર ક્રાઈમ સેલે તે શખ્સને દબોચી લીધો છે. આ શખ્સે તે યુવતીને પ્રેમસંબંધ રાખવા દબાણ કર્યાની અને સગાઈ તોડાવવા સુધીના પ્રયાસો કર્યાની વિગતો પ્રકાશમાં આવી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આજના જેટ યુગમાં ઈન્ટરનેટનો વ્યાપ ખૂબજ વધતો જઈ રહ્યો છે. જેના કારણે તમામ વર્ગના વ્યક્તિઓ મોબાઈલ, કોમ્પ્યુટર તથા ઈન્ટરનેટનો ઉપયોગ કરતા થયા છે તે ઉપયોગ અનિવાર્ય છે પરંતુ અમૂક લોકો સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટ જેવા માધ્યમોનો ઉપયોગ કરી મહિલાઓને બ્લેકમેઈલ તેમજ જાતીય સતામણી કરતા હોય છે. તે બાબતને સંવેદનશીલ ગણી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયએ સાયબર ક્રાઈમ સેલને સતર્ક રહેવા સૂચના આપી હતી.
તે દરમિયાન એક યુવતીને સ્નેપચેટ પ્લેટફોર્મ પર એક યુવતીના નામના એકાઉન્ટ પરથી મેસેજ મળ્યો હતો તેમાં કોઈ શખ્સે વાતચીતનો સંબંધ કેળવ્યા પછી આ યુવતીને તે એકાઉન્ટમાં પોતાની ઓળખ યુવક તરીકે આપી એક શખ્સે સતામણી શરૃ કરી હતી. આ શખ્સે તે યુવતી સાથે અગાઉ થયેલી વાતચીતના સ્ક્રીન શોટ વાયરલ કરવાની ધમકી આપી પોતાની સાથે પ્રેમસંબંધ બાંધવા દબાણ કર્યું હતું. જેની કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ કરાતા આઈપીસી ૩૫૪ (એ) (ડી), ૫૦૪ તેમજ આઈટી એક્ટ હેઠળ ગુન્હો નોંધી તેની તપાસ સાયબર ક્રાઈમ સેલને સોંપાઈ હતી.
ત્યારપછી સાયબર ક્રાઈમના પીઆઈ એ.વાય. બ્લોચ તથા તેમની ટીમના પીએસઆઈ એસ.વી. કાંબલીયા, હેડ કોન્સટેબલ ધરણાંતભાઈ સહિતના સ્ટાફે તપાસ શરૃ કરતા ખંભાળિયાના શક્તિનગરમાં રહેતા ટીના ઉર્ફે અરવિંદ હંસરાજભાઈ જોડ (ઉ.વ.રર) નામના શખ્સના સગડ નીકળ્યા હતા.
માત્ર ધો.૧૦ સુધી અભ્યાસ કરનાર આ શખ્સને અટકાયતમાં લઈ સાયબર ક્રાઈમે પૂછપરછ કરતા તેણે પોતાના મોબાઈલમાં સ્નેપચેટ પર ફેક એકાઉન્ટ બનાવી તે યુવતી સાથે વાતચીત શરૃ કર્યા પછી પ્રેમસંબંધ બાંધવાની કોશિશ કરી હતી અને ધમકીઓ આપ્યાની કબૂલાત કરી હતી. આ શખ્સે તે યુવતીની સગાઈ તોડાવવા સુધીની કોશિશો કરી હતી. અરવિંદ ઉર્ફે ટીનાની સાયબર ક્રાઈમ સેલે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
અજાણ્યા આઈડી-એકાઉન્ટ પરથી આવતી ફ્રેન્ડ રીકવેસ્ટ સ્વીકારવાની ભૂલ થયા પછી આ પ્રકારના ગુન્હાઓ અસ્તિત્વમાં આવી રહ્યા છે ત્યારે અજાણ્યા વ્યક્તિની ફ્રેન્ડ રીક્વેસ્ટ ન સ્વીકારવા અને તે પછી પણ આવી રીતે બ્લેકમેઈલીંગ કે સતામણી કરવામાં આવતી હોય તો દેવભૂમિ દ્વારકા સાયબર ક્રાઈમનો અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial