Advertisement
Author: નોબત સમાચાર

ગાઝાની અલશિફા હોસ્પિટલના આઈસીયુમાં રખાયેલા તમામ દર્દીઓ મૃત્યુને ભેટ્યા

ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે તબાહીના દૃશ્યોઃ

અલ અવીવ તા.૧૮ઃ ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં ચારે તરફ તબાહીના દૃશ્યો જોવા મળી રહ્યા છે. અલ શિફા હોસ્પિટલ નીચે હમાસે પોતાનું હેડક્વાર્ટર બનાવ્યું હોવાનો દાવો કરીને ઈઝરાયલની સેનાએ હોસ્પિટલ પર અટેક શરૃ કર્યું છે અને હોસ્પિટલના ડાયરેક્ટર મોહમ્મદ અબુ સલ્મિયાએ કહ્યું છે કે, હોસ્પિટલના આઈસીયુમાં દાખલ તમામ દર્દીઓના મૃત્યુ થયાં છે.

તેમણે કહ્યું હતું કે, ઈઝરાયલને કાર્યવાહીમાં એક જ રાતમાં ૨૨ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા ૩ દિવસમા હોસ્પિટલમાં દાખલ ૫૫ લોકો મૃત્યુને ભેટ્યા છે. હોસ્પિટલમાં ૭૦૦૦ લોકો હજુ ફસાયા છે. જેમાં દર્દીઓની સાથે સાથે કર્મચારીઓ તેમજ શેલ્ટર હોમમાં આશ્રય લેનારા લોકોનો સમાવેશ થાય છે.

બીજી તરફ ઈઝરાયલની કાર્યવાહીમાં ઈઝરાયલની સેના સતત હોસ્પિટલને ટાર્ગેટ કરી રહી છે. ઈઝરાયેલે ગઈકાલે જ દાવો કર્યો હતો કે હોસ્પિટલની નીચેથી સુરંગ મળી આવી છે. હોસ્પિટલનો ઉપયોગ હમાસના આતંકીઓના હેડક્વાર્ટર તરીકે કરી રહ્યા છે અને હમાસનું કમાન્ડ સેન્ટર છે. પોતાના દાવાના સમર્થનમાં ઈઝરાયેલની સેનાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો અને કહ્યું હતું કે, અહીંયા સર્ચ ઓપરેશનમાં મોટી સંખ્યામાં હથિયારો તેમજ હમાસની એક ટ્રક પણ મળી છે. હોસ્પિટલમા હમાસે એકે-૪૭, આરપીજી જેવા હથિયારો અને વિસ્ફોટકો એકઠાં કરી રાખ્યા હતા. જોકે, ઈઝરાયેલના દાવા પર સોશિયલ મીડિયામાં સવાલો પણ ઉઠી રહ્યા છે. ઘણાંનું કહેવું છેકે, ઈઝરાયેલ દ્વારા જે હિસ્સાને હમાસની સુરંગ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. તે હકીકતમાં અલશિફા હોસ્પિટલનું બંકર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh