Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુંઃ
જામનગર તા. ૧૮ઃ જામનગર જિલ્લામાં બનતા વિવિધ ગુનાઓમાં મોબાઈલનો ઉપયોગ થાય છે અને મોબાઈલની ચોરીના ગુનાનું પ્રમાણ વધવા પામ્યું છે. આવા ગુનાઓ શોધી કાઢવા મોબાઈલના ઈએમઈઆઈ નંબરનું ટ્રેકીંગ કરી ગુનાના મૂળ સુધી પહોંચવા પ્રયત્નો કરવામાં આવે છે. ઘણી વખત મોબાઈલના વપરાશ કરનારા વ્યક્તિ સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવા મળે છે કે, તેઓએ કોઈ અજાણ્યા માણસ પાસેથી મોબાઈલ ખરીદેલો છે જે મોબાઈલ વેચનાર-ખરીદ કરનારને ચોરાયેલો અથવા ગુનામાં વપરાયેલો હોવાની માહિતી હોતી નથી.
આવા ગુનાઓના મૂળ સુધી પહોંચી સાચા આરોપીને શોધી કાઢવા કોઈપણ (જુના કે નવા) મોબાઈલ વપરાશકારે તે મોબાઈલ કોની પાસેથી ખરીદ્યો અથવા કોને વેચલો છે? તે જાણવું જરૃરી છે. મોબાઈલ ટ્રેકીંગ કરીને ગુનાના મૂળ સુધી પહોંચે ત્યારે આવું જાણવા મળે છે. મોબાઈલ કોઈ અજાણી વ્યક્તિએ આપેલો છે તેથી તપાસમાં કોઈ ફળદાયક હકીકત મળી શકતી નથી. જેથી આ બાબતે કોઈપણ વ્યક્તિઓ મોબાઈલ, હેન્ડસેટ વગેરે ફોટા સાથેના કોઈપણ ઓળખપત્ર વગર લેનાર-વેચનારની જવાબદારી નક્કી કરવામાં આવતું જાહેરનામું અધિક જિલ્લા મેજી. બી.એન. ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
જામનગર જિલ્લામાં આવી પ્રવૃત્તિઓ અટકાવી શકાય તે માટે જામનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલા તમામ જૂના કે નવા મોબાઈલ લે-વેચ કરતા દુકાનધારકોએ તેમના ગ્રાહકો પાસેથી તેમની ઓળખ અંગેનું પૂરૃ નામ અને સરનામું રજીસ્ટરમાં ફરજિયાત નોંધણી કરાવવા માટે અને આ રજીસ્ટર નીચે જણાવેલી કોલમવાઈઝ નિભાવવા અંગે જાહેરનામામાં જણાવાયું છે. ઉપરોક્ત પ્રતિબંધાત્મક હુકમ આગામી તા.૮-૧-૨૪ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ની કલમ ૧૮૮ મુજબ સજાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial