Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈઝરાયેલના મંત્રી મંડળનો મહત્ત્વપૂર્ણ નિર્ણયઃ
નવી દિલ્હી તા. ૧૮ઃ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ હજુ પણ ચાલુ જ છે. ઘણાં અઠવાડિયાથી ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં બાળકો અને મહિલાઓ સહિત હજારો લોકોના મરણ થયા છે, ત્યારે ઈઝરાયેલ સરકારે ગાઝાને ઈંધણ પુરવઠાને મંજુરી આપી છે.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે એક મહિના કરતા પણ વધારે દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે ગાઝામાં વધી રહેલી માનવતાવાદી કટોકટી ભૂખ્યા અને બેઘર પેલેસ્ટિનિયનો માટે એક પડકાર છે. ઈંધણની અછતને કારણે ગાઝામાં યુએનનો સહાય પુરવઠો ફરીથી અટકાવી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે ઈઝરાયેલની યુદ્ધ કેબિનેટે માનવીય સંકટને ધ્યાનમાં રાખીને ગાઝાને નિયમિત ઈંધણ પુરવઠાને મંજુરી આપી છે. સૂત્રોના અહેવાલ મુજબ આ મંજુરી પછી બે ઈંધણ ટેન્કરો રાફા ક્રોસિંગ દ્વારા ક્રોસીંગ યુદ્ધગ્રસ્ત ગાઝા વિસ્તારમાં પ્રવેશ્યા હતાં.
ઈઝરાયેલના સૈન્ય પ્રવક્તાના જણાવ્યા અનુસાર સરકારની મંજુરી પછી કુલ ૬૦,૦૦૦ લિટર ડીઝલ ઈંધણ વહન કરતા ટેન્કરોને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ખાસ કરીને યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્કસ એજન્સી દ્વારા ઉપયોગ માટે અધિકૃત કરવામાં આવ્યા હતાં. રીઅર એડમિરલ હગારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઈંધણ ડિસેલિનેશન સુવિધા માટે મહત્ત્વપૂર્ણ છે જે દક્ષિણ પટ્ટીને પાણી પૂરૃં પાડે છે. આ પ્રક્રિયાનું મોનિટરીંગ યુનાઈટેડ સ્ટેટ્સ અને ઈજિપ્ત દ્વારા કરવામાં આવે છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મંજુર કરાયેલા નિર્ણય હેઠળ દર ૪૮ કલાકમાં ૧,૪૦,૦૦૦ લિટર ઈંધણ ગાઝામાં પ્રવેશ કરશે. જેમાંથી મોટાભાગના પાણી અને ગટરના ઉપયોગ માટે ફાળવવામાં આવશે. વધારાના ઉપયોગોમાં યુએન રાહત એજન્સીની ટ્રકો, કચરાના નિકાલ, બેકરીઓ અને દક્ષિણ ગાઝામાં હોસ્પિટલોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનિય છે કે, વીજળીની અછતને કારણે પતનની આરે રહેલી પાણી અને ગટર વ્યવસ્થાને આવશ્યક સહાય પૂરી પાડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial