Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૭: જામનગરમાં દર વરસે શ્રાવણ મહિનાના દરેક સોમવાર, અમાસ તેમજ જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવે છે.
પણ... આ વરસે મનપા તંત્ર દ્વારા પ્રદર્શન મેદાનમાં લોકમેળા યોજી શકાય તેમ નથી. હંગામી એસ.ટી. બસ સ્ટેન્ડના કારણે તેમજ પ્રદર્શન મેદાનના બાકીના ભાગમાં ખાનગી બસોના પાર્કિંગના કારણે આ વિશાળ મેદાનમાં અન્ય કોઈ આયોજન માટે જગ્યા જ નથી. તેમ છતાં અહીં શુક્રવારની ગુજરી બજાર ભરાય છે. અને પરિણામે લાલ બંગલાથી સાત રસ્તા સુધી અને આસપાસના માર્ગો પર ભરચક્ક ટ્રાફિક રહે છે.
આ સંજોગોમાં સરકારી પ્રદર્શન મેદાનમાં જ સાત રસ્તાના કોર્નર તરફની જગ્યા, જયાં ખાનગી બસો પાર્ક થતી હતી. તે જગ્યા ખાનગી મનોરંજન મેળા માટે એકાદ મહિના માટે ભાડે દેવામાં આવી છે. જયાં ખૂબ જ નજીક-નજીક નાની-મોટી રાઈડસ ઉભી કરવામાં આવી રહી છે.
આ મનોરંજન મેળાના આયોજકે રાજકોટના ગેમઝોન દુર્ઘટના પછી રાજ્ય સરકારે જાહેર કરેલ એસઓપીનું પાલન કર્યું છે કે નહીં? રાઈડસ માટેના ફીટનેસ, ફાઉન્ડેશનની ચોકકસાઈ, ઈલેકટ્રીક જોડાણો વગેરેનું ચેકીંગ કરી પરફોમન્સ લાયસન્સ આપવામાં આવ્યું છે કે કેમ? નાની મોટી રાઈડસ વચ્ચે જરૂરી અંતરનો અભાવ દેખાય આવે છે. તો આ મનોરંજન મેળામાં શુક્ર- શનિ-રવિ જેવા દિવસોમાં સંભવિત રીતે એકત્ર થનાર ૪-૫ હજાર લોકોના આવવા જવાના માર્ગ ખુલ્લા અને સુરક્ષિત છે? વાહનોના પાર્કિંગની શું વ્યવસ્થા છે? સિકયોરીટી-બંદોબસ્તની શું સ્થિતિ છે ?
આ પ્રકારના અનેક પ્રશ્નો શ્રાવણ મહિના પહેલાં જ પ્રદર્શન ગ્રાઉન્ડની ખૂબ જ ટૂંકી જગ્યામાં ખડકાય ગયેલા ખાનગી મનોરંજન મેળા માટે પેદા થયા છે ? એટલું જ નહીં આ મેળાની વિવિધ પ્રકારની મંજુરી, પરફોમન્સ લાયસન્સ ઈસ્યુ કરનારની કામગીરી પ્રત્યે પણ શંકા જાગે તે સ્વાભાવિક છે. ઓફિસમાં બેઠા બેઠા તમામ મંજુરી- લાયસન્સ આપી દેવાથી દુર્ઘટના સર્જાવાની શકયતા વધી જાય છે. અને તેમાં હવે તો એસઓપીના કડકમાં કડક અમલની સૂચના છે.
અત્યારે પ્રદર્શન ગ્રાઉન્ડની અંદરની સંકળાશ, બસોની અવર-જવર, મુસાફરો- લોકોની ભીડ, ગુજરી બજાર, મેદાન બહારના મુખ્ય રસ્તા પર એક કલાક વાહનો અતિ વ્યસ્ત ટ્રાફિક વગેરેને ધ્યાને લેવામાં આવે તો આ પ્રકારના ખાનગી મેળાને મંજુરી આપવામાં જવાબદાર સંલગ્ન તંત્રની બેદરકારી જણાય છે અને તંત્રને લોકોને પડનારી મુશ્કેલી-હાડમારી અંગે કોઈ ચિંતા નથી તેવું પુરવાર થાય છે.
આ ખાનગી મેળો જ નહીં પણ અગામી સંભવિત જાહેર લોકમેળામાં જે કોઈ તંત્રની મંજુરી, લાયસન્સ આપવાની ફરજ છે, તે તમામ તંત્રના ઉચ્ચ અધિકારીની જવાબદારી પણ ફિકસ થવી જોઈએ...
બાકી તો... તંત્રની મીઠી નજર કે અંડર ટેબલ વહીવટના કારણે રાતોરાત આ પ્રકારના ખાનગી મનોરંજન મેળાની છૂટ આપી દેવાય ત્યારે મનોરંજન મેળા મુશ્કેલી સર્જનારા કે જોખમી બની રહે તે સ્વાભાવિક છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial