Advertisement
Author: નોબત સમાચાર

દેશના ૩૪૫ રાજકીય પક્ષોનું રજિસ્ટ્રેશન થશે રદઃ ચૂંટણી પંચે આદરી પ્રક્રિયા

વર્ષ ૨૦૧૯ થી ચૂંટણીમાં ભાગ ન લીધો હોય તેવા કાર્યાલય વિહોણાં

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૭: ભારતીય ચૂંટણી પંચે રજિસ્ટર્ડ પરંતુ નિષ્ક્રિય હોય તેવા ૩૪૫ રાજકીય પક્ષોનું રજીસ્ટ્રેશન રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

ચૂંટણી પંચે રજિસ્ટર્ડ નિષ્ક્રિય ૩૪૫ રાજકીય પક્ષની નોંધણી રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશ્નર ડો. સુખબીરસિંહ સંધુ અને ડો. વિવેક જોશીની અધ્યક્ષતા હેઠળ માન્યતા વિનાના રાજકીય પક્ષોની નોંધણી રદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ એવા પક્ષો છે કે જેમણે ૨૦૧૯થી કોઈપણ પ્રકારની ચૂંટણીમાં ભાગ લીધો નથી અને જેમના કાર્યાલયો સમગ્ર દેશમાં ક્યાંય ભૌતિક રીતે જોવા મળ્યા નથી. ચૂંટણી પંચે ગઈકાલે જણાવ્યુ હતું કે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ૩૪૫ પક્ષ મળી આવ્યા છે, જેનું રજિસ્ટ્રેશન તો થયું છે પરંતુ સક્રિયપણે રાજકારણમાં કોઈ ભૂમિકા ભજવી રહ્યા નથી. હાલમા રજિસ્ટર્ડ ૨૮૦૦થી વધુ પક્ષોએ માન્યતા ગુમાવી છે.

તેમણે આવશ્યક શરતોનું અનુસરણ કર્યું નથી આવા પક્ષો વિરૂદ્ધ અભિયાન ચલાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા ગેરમાન્ય પક્ષોની ઓળખ માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના પ્રથમ ચરણમાં અત્યાર સુધી ૩૪૫ પક્ષોને ઓળખી કાઢવામાં આવ્યા છે.

રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી પંચ કમિશ્નરે આ પક્ષોને શો કોઝ નોટિસ પણ પાઠવી છે. દેશમાં રાષ્ટ્રીય-રાજ્ય-ગેરમાન્ય રાજકીય પક્ષોનું રજિસ્ટ્રેશન જનપ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૨૯એ હેઠળ કરવામાં આવે છે. આ જોગવાઈ હેઠળ નોંધણી થયા પછી, રાજકીય પક્ષને કરમુક્તિ સહિત ઘણી અન્ય સુવિધાઓ મળે છે, કમિશનના જણાવ્યા અનુસાર, રાજકીય વ્યવસ્થાને પારદર્શક અને સ્વચ્છ બનાવવાના ઉદૃેશ્ય સાથે આ ઝુંબેશ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh