Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તંત્રમાં દોડધામ પછી પેટ્રોલપંપને સીલ કરાયો
ભોપાલ તા. ૨૭: રતલામમાં એક રીજનલ કોન્કલેવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવ પણ ભાગ લેશે. આથી મુખ્યમંત્રીના કાફલા માટે ઈન્દોરથી લગભગ ૧૯ ઈનોવા કાર મંગાવવામાં આવી હતી. ગુરૂવારે રાત્રે પેટ્રોલપંપ પરથી ડીઝલ ભર્યા પછી એક પછી એક એમ બધી કાર બંધ પડી ગઈ હતી. જેથી તપાસ કરતા ડીઝલના બદલે પાણી ભરી દીધું હોવાની વાત સામે આવી હતી. તેમજ અન્ય એક ટ્રકમાં પણ ડીઝલના બદલે પાણી ભરાયા હોવાની ફરિયાદ સામે આવી હતી. આથી આ ઘટના પછી વહીવટીતંત્રએ પેટ્રોલપંપને સીલ કરી દીધો અને ઈન્દોરથી અન્ય વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ ઘટના રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ બની હતી. ધોસી ગામમાં સ્થિત પેટ્રોલપંપ પર ઘટનાની માહિતી મળતા નાયબ મામલતદાર, ખાદ્ય અને પુરવઠા અધિકારી અને અન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. વાહનોની ડીઝલ ટાંકી ખોલવામાં આવી હતી વાહનમાં ૨૦ લિટર ડિઝલ ભરેલું હોવાનું જાણવા મળ્યું હતું. જેમાંથી ૧૦ લિટર પાણી નીકળ્યું હતુ. આ સ્થિતિ તમામ વાહનોમાં જોવા મળી હતી.
આ દરમ્યાન એક ટ્રકમાં લગભગ ૨૦૦ લિટર ડિઝલ પણ ભરાયુ હતું, જે થોડીવાર ચાલ્યા પછી બંધ થઈ ગઈ હતી. ત્યાર બાદ અધિકારીઓએ પેટ્રોલપંપના પ્રાદેશિક મેનેજર શ્રીધરને ફોન કર્યો હતો. તેમની સામે પેટ્રોલપંપના કર્મચારીઓ કરી રહ્યા હતા કે વરસાદને કારણે ડિઝલ ટાંકીમાં પાણી લીક થઈ રહ્યું હોવાથી આવું બન્યું હતું.
ખાદ્ય અને પુરવઠા અધિકારીએ કહ્યું કે પેટ્રોલપંપના ડિઝલમાં કેટલું પાણી ભેળવવામાં આવ્યું છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. અમે સ્ટોકની તપાસ કરી રહ્યા છીએ. અને રિપોર્ટ તૈયાર કરીને રતલામ કલેકટરને સુપરત કરીશું. હાલમાં, પેટ્રોલપંપ સીલ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial