Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પબ્લિક મેન્યુફેકચરીંગ (મિડિયમ)માં શ્રેષ્ઠ સી.એમ.એ./ સી.એફ.ઓ. એવોર્ડ ઉપરાંત
નવી દિલ્હી તા. ૨૭: ગોવા શિપયાર્ડ સી.એમ.એ. એવોર્ડસ-૨૦૨૪માં પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સન્માન મેળવીને આત્મનિર્ભર ભારતના વિઝનને અનુરૂપ શાનદાર પ્રદર્શન કર્યુ હતું.
ગોવા શિપયાર્ડ લિમિટેડ (જી.એસ.એલ), જે રક્ષણ મંત્રાલયના હેઠળનું એક અગ્રણી જાહેર ક્ષેત્ર અન્ડરટેકિંગ છે, તેને 'ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોસ્ટ અકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા' દ્વારા આયોજિત ૧૯ મા નેશનલ એક્સેલન્સ ઇન કોસ્ટ મેનેજમેન્ટ એવોર્ડ્સ અને ૮ મા સી.એમ.એ. એવોર્ડ્સ -૨૦૨૪ દરમિયાન બે પ્રતિષ્ઠિત એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા હતા. આ સમારંભ વિજ્ઞાન ભવન, નવી દિલ્હીમાં યોજાયો હતો.
આ એવોર્ડ્સ શ્રી ભર્તૃહરી મહતાબ, સાંસદ (લોકસભા) અને અધ્યક્ષ, નાણા સમિતિના હસ્તે આપવામાં આવ્યા હતા. જીએસએલને મેન્યુફેક્ચરિંગ-પબ્લિક- મિડિયમ શ્રેણીમાં કોસ્ટ મેનેજમેન્ટ એક્સેલન્સ એવોર્ડ ૨૦૨૪ (પ્રથમ સ્થાન) પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ કંપનીના નાણાકીય શિસ્ત, ખર્ચ નિયંત્રણ અને ડિફેન્સ શિપબિલ્ડિંગ ક્ષેત્રમાં મૂલ્ય સર્જન માટેના નેતૃત્વને માન્યતા આપે છે.
આ જીતને વધુ મહત્ત્વ આપતાં સુનીલ એસ. બાગી, ડાયરેક્ટર (ફાયનાન્સ), જી.એસ.એલ.ને પબ્લિક મેન્યુફેક્ચરિંગ-મિડિયમ કેટેગરીમાં શ્રેષ્ઠ સી.એમ.એ. સી.એફ.ઓ. એવોર્ડ -૨૦૨૪થી નવાજવામાં આવ્યા હતા. આ એવોર્ડ તેમના નાણાકીય વ્યુહરચના, સારા શાસન અને ખર્ચ મેનેજમેન્ટમાં ઉત્તમ નેતૃત્વ માટેની કદર છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સ જી.એસ.એલ. ની નાણાકીય શ્રેષ્ઠતા, વ્યૂહાત્મક ખર્ચ નેતૃત્વ અને રક્ષણક્ષમતા માટેના નવીનતાપૂર્વકના પ્રયાસોને માન્યતા આપે છે.
આ અવસરે સુનીલ બાગી એ તેમનો પ્રતિભાવ વ્યક્ત કરતા કહૃાું હતું કે આ એવોર્ડ માત્ર વ્યક્તિગત સન્માન નહીં, પરંતુ જી.એસ.એલ.ની સમગ્ર ટીમના સમર્પિત દૃષ્ટિકોણ અને સંકલિત પ્રયાસોનું પ્રતિબિંબ છે. જીએસએલ પારદર્શિતા, કાર્યક્ષમતા અને રાષ્ટ્રની નિર્માણ યાત્રા માટે નાણાકીય અને કામગીરીની શ્રેષ્ઠતાને લગતી પ્રતિબદ્ધતા જાળવશે.
જી.એસ.એલ. ભારત સરકારના આત્મનિર્ભર ભારત અને ડિફેન્સ ક્ષેત્રે મેક ઇન ઇન્ડિયા વિઝનને અનુરૂપ રહીને સતત નૌકાદળ અને રક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી રહૃાું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial